લખાણ પર જાઓ

મણિ ભવન

વિકિપીડિયામાંથી

મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક મકાન છે જે ગાંધીજીને સમર્પિત છે. આ ઈમારત મુંબઇના ગામદેવી વિસ્તારમાં લબરનમ રોડ પર આવેલું છે. મણિ ભવન એ ૧૯૧૭ અને ૧૯૩૪ ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.

'મણી ભવનનો રસ્તો'

ગાંધીજીનું મુખ્ય મથક

[ફેરફાર કરો]
મણિ ભવનનો આગળનો દરવાજો.

મણિ ભવન, ૧૯૧૭ થી ૧૯૩૪ સુધીના લગભગ ૧૭ વર્ષો સુધી ગાંધીજીનું મુંબઈનું મુખ્ય મથક હતું. આ હવેલી રેવાશંકર જગજીવન ઝવેરીની હતી. તેઓ આ સમયગાળા દરમિયાન મુંબઇમાં ગાંધીજીના મિત્ર અને યજમાન હતા. મણિ ભવનથી જ ગાંધીજીએ અસહકાર, સત્યાગ્રહ, સ્વદેશી, ખાદી અને ખિલાફત આંદોલનોની શરૂઆત કરી હતી . ૧૯૧૭માં ગાંધીજીએ ચરખા સાથે જોડાવાની શરૂઆત કરી હતી, તે સમયે તેઓ મણિ ભવનમાં રહેતા હતા. મણિ ભવન, હોમરુલ ચળવળમાં ગાંધીના સહભાગ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, તેમજ તે સમયગાળા દરમિયાન દૂધ મેળવવા દુધાળા ઢોરને કૃત્રિમ રીતે ગર્ભધાન કરાવતી ફૂકકનની ક્રૂર અને અમાનવીય પ્રથાના વિરોધમાં ગાંધીજીએ અહીં ગાયનું દૂધનો ત્યાગ કરવાનો નિર્ણય અહીં કર્યો હતો.

મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા.

૧૯૫૫માં, ગાંધી સ્મારક નિધિ દ્વારા આ ઇમારતનો કબજો લેવામાં આવ્યો હતો.

ગાંધીનું સંગ્રહાલય અને પુસ્તકાલય

[ફેરફાર કરો]

આ ઇમારતમાં મહાત્માની પ્રતિમા ધરાવતું એક પુસ્તકાલય છે જ્યાં લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે છે. તેમના જીવનને દર્શાવતી ગાંધીજીની તસવીરો મુકાયેલી સીડી, મુલાકાતીઓને પ્રથમ માળ તરફ દોરી જાય છે જેમાં બાળપણથી લઈને તેમની હત્યા સુધીના ફોટોગ્રાફ્સ ધરાવતી ફોટો ગેલેરી છે, જેમાં પ્રેસ ક્લિપિંગ્સ પણ મુકવામાં આવી છે.

ગાંધીજીએ મુંબઈમાં તેમના રોકાણ દરમિયાન જે ઓરડાનો ઉપયોગ કર્યો હતો તે બીજા માળે છે, ત્યાં ગ્લાસ પાર્ટીશન દ્વારા લોકો તેમના બે ચરખા, એક પુસ્તક અને જમીન પર તેમનો ગાદલો જોઈ શકે છે. તે રૂમની સામે એક ખંડ છે જ્યાં તેમના જીવનકાળના છાયાચિત્રો અને ચિત્રો પ્રદર્શિત છે. ૪ જાન્યુઆરી ૧૯૩૨ના દિવસે જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી, તે આગાશી પણ મોજૂદ છે.

કસ્તુરબાના અંતકાળે ગાંધીના ખોળામાં માથું રાખીને સોતા હતા તેનું દ્રશ્ય.

ઓબામાની મુલાકાત

[ફેરફાર કરો]
રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા મણિ ભવનમાં ગાંધીના ઓરડાની મુલાકાત લેવા ગયા હતા.

નવેમ્બર ૨૦૧૦માં છેલ્લા ૫૦ વર્ષમાં મણિ ભવન ગાંધી સંગ્રાલયની મુલાકાત લેનાર બરાક ઓબામા પ્રથમ ઉચ્ચ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય મુલાકાતી બન્યા. [] તેમના પહેલાં, ફક્ત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ૧૯૫૦ ના દાયકામાં મણિ ભવનની મુલાકાતે આવ્યા હતા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

Coordinates: 18°57′36″N 72°48′41″E / 18.95993°N 72.81137°E / 18.95993; 72.81137

  1. "Obama visits symbols of peace in India". Gulf News. મેળવેલ 4 July 2011.