કબા ગાંધીનો ડેલો

વિકિપીડિયામાંથી

કબા ગાંધીનો ડેલોરાજકોટમાં ભારતીય નેતા મહાત્મા ગાંધીનું ૧૯૧૫ સુધી મૂળ કટુંબ નિવાસ હતું. તે કાળના અંતિમ વર્ષો દરમ્યાન જોકે ગાંધીજી લંડન અને દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ઈ. સ. ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતાં તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.[૧][૨] કબા ગાંધીના ડેલાને હવે ગાંધી સ્મૃતિ નામના કાયમી સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.[૩]

મહાત્મા ગાંધીના પિતા, કરમચંદ ગાંધીના કબા ગાંધી નામે પણ જાણીતા હતા. ઘરનું નામ ગાંધીજીના પિતાના નામ પરથી પાડવામાં આવ્યું છે. ગુજરાતીમાં કબા ગાંધીનો ડેલો શબ્દોનો શાબ્દિક અર્થ 'કબા ગાંધીનું નિવાસસ્થાન' એવો થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈ.સ.૧૮૭૬માં ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના દીવાન નિમાયા અને ગાંધી પરિવારે પોરબંદરથી રાજકોટ સ્થળાંતર કર્યું.[૪] ત્યાર બાદ આ ડેલો ૧૮૮૦-૮૧ દરમ્યાન બાંધવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૮૮૧માં કબા ગાંધીનો પરિવાર એક ભાડના ઘરમાંથી આ ઘરમાં રહેવા આવ્યા હતા.[૫] ગાંધીજીએ તેમના પ્રારંભિક જીવનના કેટલાક વર્ષો, ૧૮૮૧ થી ૧૮૮૭ સુધી અહીં ગાળ્યા હતા. આ ઘર કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ પ્રકારના ઘરોને "ડેલો" કહેવામાં આવે છે. કમાનવાળો મોટો પ્રવેશદ્વાર અને વિશાળ આંગણું એ તેની વિશેષતા છે.

ઈમારત[ફેરફાર કરો]

આ નિવાસ પરંપરાગત કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યો છે. જેમા એક કમાન ધરાવતો પ્રવેશદ્વાર અને મોટું આંગણું હોય છે. આ ડેલાની બહાર એક હેંડ પંપ છે, કહેવાય છે કે તે ગાંધીજીના સમયનો છે.[૫]

કબા ગાંધીનો ડેલો, હવે એક કાયમી પ્રદર્શન કે સંગ્રહાલયમાં ફેરવી દેવાયો છે. આ પ્રદર્શન ગાંધી સ્મૃતિનામ અપાયું છે (દિલ્હીમાં આવેલી ગાંધી સ્મૃતિ જુદી છે.) કબા ગાંધીનો ડેલો, સાંકડી ગલીઓ ધરાવતા જૂના રાજકોટના ખાતે ઘી કાંટા રોડ પર આવેલો છે.[૬] ગુજરાતમાં આવેલ રાજકોટ શહેર એ પૂર્વ અને પ્રારંભિક રજવાડી સૌરાષ્ટ્રની રાજધાની હતી.

આ સંગ્રહાલયમાં મહાન ભારતીય નેતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના છાયાચિત્રો અને તેમના દ્વારા વપરાતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તે વસ્તુઓ અને છાયા ચિત્રોની સંલજ્ઞ માહિતી હિન્દી અને ગુજરાતી ભાષામાં મુકવામાં આવી છે.[૭] આ ઈમારતના પરિસરમાં એક બિનસરકારી સંસ્થા, યુવા છોકરીઓ માટે સીવણ અને ભરતકામના વર્ગો ચલાવે છે. આ સંગ્રહાલય સોમવારથી શનિવાર સુધીમાં સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.[૭]

અહીં પહોંચવું[ફેરફાર કરો]

રસ્તો

અહીં પહોંચવા રાજ્યના પરિવહન બસો ગુજરાતના અન્ય શહેરોમાંથી સરળતાથી મળી રહે છે. બસ સ્ટેન્ડ રણમલ તળાવની બીજી બાજુ બેદી ગેટથી ૨ કિ મી દૂર પશ્ચિમમાં આવેલું છે. શહેરભરમાં ઑટો રિક્ષાઓ સરળતાથી મળી રહે છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ, ભુજ, ભાવનગર, ઉના, માઉન્ટ આબુ અને ઉદયપુર માટે ખાનગી બસો પણ ઉપલબ્ધ છે.

રેલ

રેલ્વે દ્વારા રાજકોટ ગુજરાત અને ભારતના મહત્વપૂર્ણ શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. દિલ્હી, મુંબઈ, કોચીન, કોઈમ્બતુર, કોલકાતા, અમૃતસર, પટના અને ભોપાલ માટેની ટ્રેનો રાજકોટથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે રાજકોટ જંકશન તરીકે ઓળખાતું રેલ્વે સ્ટેશન તીન બત્તી ટ્રીપલ ગેટવેથી આશરે ૬ કિ.મી. દૂર છે.

હવાઈ માર્ગે

રાજકોટમાં સ્થાનિક વિમાનમથક છે. ઈન્ડિયન એરલાઇન્સ મુંબઈ માટે અઠવાડિયામાં ચાર વિમાન સેવા ચલાવે છે.

Coordinates: 22°17′49″N 70°48′18″E / 22.297066667°N 70.804997222°E / 22.297066667; 70.804997222

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kaba Gandhi No Delo, Rajkot સંગ્રહિત ૧૨ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ વેબેક મશિન
  2. On the Salt March: the historiography of Gandhi's march to Dandi by Thomas Weber. HarperCollins Publishers India, 1997.
  3. Shyam Singh Shashi (1996). Encyclopaedia Indica: India, Pakistan, Bangladesh, Volume 100. Anmol Publications. ISBN 978-81-7041-859-7.
  4. Rajmohan Gandhi (2015). Gandhi before India. Vintage Books. પૃષ્ઠ 24–25. ISBN 978-0-385-53230-3.
  5. ૫.૦ ૫.૧ Masoodi, Ashwaq (2018-10-02). "Searching for Gandhi" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-11.
  6. Footprint India (અંગ્રેજીમાં). Footprint Handbooks. 2004.
  7. ૭.૦ ૭.૧ "Kaba Gandhi no Delo, Karamchand Gandhi, Rajkot, Tourism Hubs, Gujarat, India". www.gujarattourism.com. મૂળ માંથી 2019-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-11.