શ્રીમદ્ રાજચંદ્ર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શ્રીમદ્ રાજચંદ્ર
Srimad Rajcandra.jpg
ધર્મ જૈન ધર્મ
સંપ્રદાય શ્વેતાંબર
અન્ય નામ કવિ, રાયચંદભાઇ
વ્યક્તિગત
જન્મ લક્ષ્મીનંદન રાવજીભાઈ મહેતા
(1867-11-09)9 નવેમ્બર 1867
વાવણીયા, મોરબી નજીક, ગુજરાત, ભારત
મૃત્યુ 9 એપ્રિલ 1901(1901-04-09) (33 વયે)
રાજકોટ
જીવનસાથી ઝબકબાઈ (લ. 1887)
માતા-પિતા રાવજીભાઈ અને દેવબાઈ
ધાર્મિક કારકિર્દી
કાર્ય આત્મ સિદ્ધિ, મોક્ષમાળા
વેબસાઇટ www.shrimad.com

શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ ૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ રાજકોટ ખાતે મૃત્યુ પામ્યાં.