રઘુપતિ રાઘવ રાજા રામ

વિકિપીડિયામાંથી

રઘુપતિ રાઘવ રાજા રામ (જેને ક્યારેક રામ ધૂન કહેવામાં આવે છે) એ એક જાણીતું ભજન (હિન્દુ ભક્તિ ગીત) છે જે મહાત્મા ગાંધી દ્વારા વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું.[૧] આ ભજનનું સૌથી પ્રખ્યાત સંસ્કરણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે ગાયું હતું.

ગાંધીજીનું સંસ્કરણ[ફેરફાર કરો]

ગાંધીજી દ્વારા આ ગીતને વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું,[૨] અને તેઓ અને તેમના અનુયાયીઓ દ્વારા તેઓએ ૨૪૧ માઇલ લાંબી દાંડી કુચ દરમિયાન ગવાયું હતું.[૩]

ઇતિહાસકાર અને સંગીતકાર ગાય બેક દ્વારા તેમના અનુવાદની સાથે ભજનનું ગુજરાતી સંસ્કરણ નીચે મુજબ આપેલું છે:

રઘુપતિ રાઘવ રાજા રામ,
પતિત પાવન સીતારામ.

સીતારામ સીતારામ,
ભજ પ્યારે તૂ સીતારામ.

ઇશ્વર, અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન.

રામ, રહિમ, કરીમ સમાન,
હમ સબ હૈ ઉસકી સંતાન.

સબ મિલા માંગે યહ વરદાન,
હમારા રહે માનવ જ્ઞાન.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Dalton, Dennis (1993). Mahatma Gandhi: Nonviolent Power in Action. Columbia University Press. પૃષ્ઠ 109. ISBN 0-231-12237-3.
  2. Sinha, Manjari (2008-08-08). "Tuned to excellence". The Hindu. મેળવેલ 2009-04-27.
  3. "Dandi: Salt March". Lal, Vinay. University of California, Los Angeles. મેળવેલ 2007-11-16.