આત્મસંયમ યોગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું - બધું જ સરખું હોય છે.

આત્મસંયમ યોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે. આત્મસંયમયોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે. ગીતા મધ્યમ માર્ગનું પ્રતિપાદન કરે છે.

મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે જ દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચળ અને બળવાન છે. તેના પર કાબૂ મેળવવો અતિ કઠિન છે. એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય - એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

યોગમાર્ગની અધૂરી સાધનાવાળા સાધકની શી દશા થાય છે? એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે કે આવો સાધક ફરી પુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે. કરેલી સાધના કદીપણ નકામી જતી નથી.

આ પણ જુઓ[ફેરફાર કરો]


ભગવદ્ ગીતા : વિકિસોર્સ પર
ભગવદ્ ગીતા : અધ્યાય

પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ | દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ | તૃતીયોધ્યાય: કર્મયોગ | ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ | પઞ્ચમોધ્યાય: કર્મસંન્યાસયોગ | ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ | સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ | અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ | નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ | દશમોધ્યાય: વિભૂતિયોગ | એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ | દ્વાદશોધ્યાય: ભક્તિયોગ | ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ | ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ | પઞ્ચદશોધ્યાય: પુરુષોત્તમયોગ | ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ | સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ | અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ