જ્ઞાનકર્મસંન્યાસ યોગ

વિકિપીડિયામાંથી

ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?

આ પ્રશ્નના જવાબમાં ભગવાન પોતાના અવતારોનું રહસ્યોદઘાટન કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો જઇ ચુક્યા છે. ફરક એટલો જ છે કે મને તે બધા યાદ છે જ્યારે તને તેની વિસ્મૃતિ થઇ છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થઇ જાય છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે હું પ્રગટ થાઉં છું. હું દુષ્ટોનો સંહાર કરું છે અને મારા ભક્તોનું રક્ષણ અને પાલન કરું છે.

ભગવાન કર્મ અને અકર્મ વિશે પ્રકાશ પાડતાં જણાવે છે કે ફળની તૃષ્ણા ત્યાગીને થયેલ કર્મો બાંધતા નથી, એ કર્મ કરનાર, એ કર્મ કરવા છતાં એનો કર્તા થતો નથી. ભગવાન જુદી જુદી જાતના યજ્ઞ વિશે પણ પ્રકાશ પાડે છે અને જણાવે છે કે દ્રવ્ય વડે થતાં યજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]