લખાણ પર જાઓ

કૃષ્ણ

વિકિપીડિયામાંથી
(શ્રીકૃષ્ણ થી અહીં વાળેલું)
કૃષ્ણ
મથુરાથી ગોકુળ જતા બાળકૃષ્ણ, પિતા વસુદેવના માથા પરની છાબડીમાં
રહેઠાણ
મંત્રૐ નમો ભગવતે વાસુદેવાય
શસ્ત્ર
પ્રતીકમોરપિચ્છ
વાહનગરુડ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
ભાલકા તીર્થ, સૌરાષ્ટ્ર (હવે, વેરાવળ, ગુજરાતમાં)[]
જીવનસાથી
[]
બાળકોપ્રદ્યુમ્ન, સાંબ
કુળયદુવંશ

કૃષ્ણ કે શ્રીકૃષ્ણ (સંસ્કૃત: कृष्ण) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી કૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. હિંદુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદ્દી સલાહકાર, ઉપદેશક, વગેરે રૂપે આલેખાયેલા છે, તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.[] ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદાજુદા સંપ્રદાયોમાં જુદીજુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.[]

જન્મ

કાલિયા નાગને નાથતો કૃષ્ણ

કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઊજવાય છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય દશ અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે. કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો.

મુખ્ય નામો

  1. કૃષ્ણ
  2. ઠાકર
  3. કનૈયો / કાનુડો / ક્‌હાન / કાનાજી
  4. ગિરિધર
  5. ગોપાલ
  6. યદુનંદન
  7. દેવકીનંદન
  8. નંદલાલ
  9. યશોદાનંદન
  10. હરિ
  11. અચ્યુત
  12. મુરલીધર
  13. મોહન
  14. શ્યામ / ઘનશ્યામ
  15. દ્વારકાધીશ
  16. માધવ
  17. લાલો
  18. યોગેશ્વર
  19. ગોવિંદ
  20. હૃષીકેશ
  21. મુકુંદ
  22. દામોદર
  23. ગોકુલેશ
  24. કેશવ
  25. મધુસૂદન
  26. વાસુદેવ
  27. જનાર્દન
  28. રણછોડરાયજી
  29. માધવ
  30. મુરારિ
  31. જગન્નાથ
  32. પુરુષોત્તમ
  33. મનોહર
  34. નારાયણ
  35. નંદગોપાલ

બાળપણ

નૃત્ય પ્રદર્શનમાં કૃષ્ણનું પાત્ર ભજવતા કલાકાર

કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું. કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાં તેમના ૭ ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખે તે માટે દેવીશક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘેર મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતું. તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીમાં માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. એટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યાર બાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્ર ને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાં તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવું કહીને આકાશમાં અલોપ થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે.

જીવનનો ઉત્તરાર્ધ

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" (તેથી તેમ થાય) કહેતાં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવ બાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરિણામે તેમણે 'તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે' એવો શ્રાપ આપ્યો હતો.[સંદર્ભ આપો]

૩૬ વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. એક તહેવાર ખાતે યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં રામે બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય.

ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.

હિંદુ ધર્મની સાંપ્રદાયિક માન્યતાઓ

હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. 'રૂઢિચુસ્ત ગૌડીય વૈષ્ણવો'ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયંસ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હૂબહૂ તેમના મૂળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે.[][][][] શાસ્ત્રીય વિગતો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે પરંપરાગત માન્યતા કૃષ્ણના જન્મની તારીખ ૧૮ કે ૨૧ જુલાઈ, ઇ.પૂ. ૩૨૨૮ હોવાની ધારણા બાંધવામાં આવે છે. કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા, અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા. મથુરા એ રાજધાની હતી, જેમાં કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો. દેવકીનો ભાઈ રાજા કંસ, તેના પિતા રાજા ઉગ્રસેનને કેદ કરીને રાજગાદીએ બેસી ગયો હતો. દેવકીના આઠમા પુત્રના હાથે તેના મૃત્યુની આગાહી કરનારી એક ભવિષ્યવાણીથી ડરીને તેણે આ દંપતિને કારાવાસમાં પૂર્યા હતા. કંસે પ્રથમ છ બાળકોની હત્યા કર્યા પછી, બલરામને રોહિણીના પુત્ર તરીકે સ્થાનાંતરિત કર્યા પછી કૃષ્ણએ દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો.

વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા. તેમના અન્ય બે ભાઈબહેનો પણ બચી ગયા, બલરામ (દેવકીનું સાતમું સંતાન, રોહિણીના ગર્ભાશયમાં પરિવર્તિત, વાસુદેવની પ્રથમ પત્ની) અને સુભદ્રા (વાસુદેવ અને રોહિણીની દીકરી, જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી). ભાગવત પુરાણ મુજબ, એવું માનવામાં આવે છે કે કૃષ્ણ વસુદેવના મનથી દેવકીના ગર્ભાશયમાં "માનસિક પ્રસારણ" દ્વારા જન્મ્યા હતા. હિન્દુઓ માને છે કે તે સમયે, આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું.[] "ઉપર જણાવેલા બધાં જ અવતારો ભગવાનના અંશાવતાર છે, અથવાતો અંશાવતારના અંશ છે, પરંતુ કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.[૧૦] વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસું એ છે કે તેમાં ભગવાન, એટલે કે શંકર અથવા વિષ્ણુ[૧૧] પણ પરમ ભગવાન તો કૃષ્ણ સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.[૧૧][]

વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતર પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ માન્યતાના લગભગ બધાં જ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાં જ અવતારોનાં મૂળ સ્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.[] કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં (જેમકે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય),[][] વલ્લભ સંપ્રદાય (પુષ્ટિ માર્ગ) અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને સ્વયં ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમને બધાં જ અવતારોનાં મૂળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.[][]

સંદર્ભ

  1. Diana L. Eck (2012). India: A Sacred Geography. Harmony. પૃષ્ઠ 380–381. ISBN 978-0-385-53190-0.}}
  2. John Stratton Hawley, Donna Marie Wulff (1982). The Divine Consort: Rādhā and the Goddesses of India. Motilal Banarsidass Publisher. પૃષ્ઠ 12. ISBN 978-0-89581-102-8.
  3. ૩.૦ ૩.૧ રીચાર્ડ થોમ્પ્સન, પીએચ.ડી. (ડિસેમ્બર ૧૯૯૪). "રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝમ". મૂળ માંથી 2008-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-12. Cite journal requires |journal= (મદદ)
  4. Mahony, W. K. (1987). "Perspectives on Krsna's Various Personalities". History of Religions. 26 (3): 333–335. doi:10.1086/463085. JSTOR 1062381. S2CID 164194548.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Beck, Guy L. (1993). Sonic Theology: Hinduism and Sacred Sound. Studies in Comparative Religion. Columbia, SC: University of South Carolina Press. ISBN 0872498557.
  6. ૬.૦ ૬.૧ કેનેડી, એમ.ટી. (૧૯૨૫). ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ. એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ.
  7. ૭.૦ ૭.૧ ડેલ્મોનીકો, એન. (૨૦૦૪). "ધી હીસ્ટ્રી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ". ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ. મેળવેલ ૨૦૦૮-૦૪-૧૨.
  8. ૮.૦ ૮.૧ ઓઝા, પી.એન. (૧૯૭૮). આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર. બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ.
  9. "ભાગવત પુરાણ ૧.૩.૨૮". મૂળ માંથી 2013-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-16.
  10. જુઓ મૅકડૅનીયલ, જુન, "ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વિલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ" બૅક ૨૦૦૫, p. 39
  11. ૧૧.૦ ૧૧.૧ Elkman, S. M.; Gosvami, J. (1986). Jiva Gosvamin's Tattvasandarbha: A Study on the Philosophical and Sectarian Development of the Gaudiya Vaisnava Movement. Motilal Banarsidass.