યશોદા
યશોદા | |
---|---|
![]() ગાય દોહતા યશોદાને ગળે લાગતા કૃષ્ણ, રાજા રવિ વર્માનું એક તૈલચિત્ર | |
રહેઠાણ | વૃંદાવન |
ગ્રંથો | ભાગવત પુરાણ, હરિવંશ, મહાભારત, વિષ્ણુ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | નંદ |
બાળકો | કૃષ્ણ (પાલક પુત્ર) બલરામ (પાલક પુત્ર) યોગમાયા (પુત્રી) |
માતા-પિતા |
|
સહોદર | ભદ્રા, મદિરા, યશોધરા, યશોદેવ, સુદેવ, કુંભક |
કુળ | યદુવંશ |
યશોદા (સંસ્કૃત: यशोदा) એ કૃષ્ણની પાલક માતા અને નંદની પત્ની છે. હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં તેમનું વર્ણન ગોકુળના સરદાર નંદની પત્ની અને રોહિણીની બહેન તરીકે કરવામાં આવ્યું છે. ભાગવત પુરાણ અનુસાર કૃષ્ણનો જન્મ દેવકીને ત્યાં થયો હતો, પરંતુ કૃષ્ણના પિતા વાસુદેવ નવજાત કૃષ્ણને પોતાના પિતરાઈ ભાઈ નંદ અને તેમની પત્ની યશોદા પાસે ગોકુળમાં લઈ આવ્યા હતા. આ તેમના ઉછેર માટે હતું, તેમજ કૃષ્ણને દેવકીના ભાઈ, મથુરાના જુલમી રાજા, કંસથી બચાવવા માટે હતું.
નામકરણ
[ફેરફાર કરો]યશોદા નામનો અર્થ થાય છે 'પ્રસિદ્ધિ કે કીર્તિનો દાતા'.[૨][૩]

દંતકથા
[ફેરફાર કરો]

સ્રોત
[ફેરફાર કરો]ભાગવત પુરાણ મુજબ યશોદા એ વસુ દ્રોણની પત્ની ધરાનો અવતાર હતી. યશોદાના પ્રારંભિક જીવન વિશે, નંદ સાથેના તેના લગ્ન સિવાય, બહુ ઓછી જાણકારી મળે છે.
મથુરાના શાસક કંસે કૃષ્ણની જન્મતાની સાથે જ હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. કૃષ્ણને કંસથી બચાવવા માટે, કૃષ્ણ અને યોગમયાનો જન્મ એક જ સમયે અનુક્રમે દેવકી અને યશોદાના ગર્ભમાંથી થયો હતો, અને વાસુદેવ અનકદુંભી દ્વારા તેમની અદલાબદલી કરવામાં આવી હતી. કૃષ્ણ બચી ગયા અને યશોદાના પાલક-પુત્ર તરીકે તેમનો ઉછેર થયો.[૪]
બાળપણના વિવિધ પ્રસંગો, યશોદાના ઘરમાં ઉછેર અથવા લીલાઓ, હિન્દુ ગ્રંથોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.[૫] ભાગવત પુરાણમાં યશોદાની આ રીતે સ્તુતિ કરવામાં આવી છે:
ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની માતા યશોદા તેમના પૂર્વજન્મમાં રાજા દશરથના માનીતી રાણી કૈકેયી હતા. જેમણે શ્રી રામચંદ્રને (વિષ્ણુ અવતારને) વનવાસ અપાવી અપયશ અને અપકીર્તિ મેળવ્યાં હતાં. શ્રીરામના કહેવાથી જ કૈકેયીએ દશરથ રાજાને વચનબદ્ધ કરી રામને વનવાસ મોકલવા વચન માગ્યું હતું, પરંતુ ત્યારબાદ કૈકેયીએ રામને બીજા જન્મમાં પોતાના પુત્ર તરીકે જન્મ લેવા વિનંતી કરી હતી. ત્યારે શ્રી રામે કહ્યું હતું કે પુત્ર તરીકે જન્મ આપનારા માતા કહેવડાવવા કરતાં, હું તમારો કનૈયો કહેવાઇશ અને તમારા ખોળામાં જ રમીશ. આથી માતા યશોદા બીજા જન્મમાં શ્રી કૃષ્ણનાં પાલક માતા બની તેમના સહેવાસમાં રહેતાં હતાં.
કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ દર્શન
[ફેરફાર કરો]ભાગવત પુરાણમાં નીચેની વાતનું વર્ણન કરવામાં આવ્યું છે:[૬]
એક દિવસે, શ્રીકૃષ્ણ બ્રહ્માનંદ-ઘાટ પર શ્રીદામા, સુબાલા, બલરામ અને બીજા કેટલાક ગોવાળના છોકરાઓ સાથે રમી રહ્યા હતા. બાળ કૃષ્ણએ ચોરીછુપીથી થોડી માટી ખાધી, પરંતુ કોઈક રીતે ગોવાળના છોકરાઓએ તેને આવું કરતા જોયો અને માતા યશોદાને ફરિયાદ કરી. યશોદા દોડતી દોડતી આવી અને કૃષ્ણનો હાથ પકડીને તેણે કૃષ્ણને શિક્ષા કરવાનું શરૂ કર્યું. ભયથી ધ્રૂજતા કૃષ્ણએ કહ્યું, "મા, મેં કોઈ માટી ખાધી નથી. આ બધા છોકરાઓ જૂઠું બોલે છે. જો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું મારા મોઢામાં જોઈ તારી જાતે જોઈ શકે છે." આટલું કહીને કૃષ્ણએ પોતાનું મોઢું ખોલ્યું અને તેને આખું બ્રહ્માંડ બતાવ્યું, જેમાં તમામ ગતિશીલ અને અપરિવર્તનશીલ અસ્તિત્વો, આકાશ વગેરેનો સમાવેશ થાય છે, તેમજ તેનું પોતાનું નિવાસસ્થાન પણ હતું."
— ભાગવત પુરાણ, શ્લોક ૧૦.૮.૩૨–૩૯
નળકુવર અને મણિગ્રીવાની મુક્તિ
[ફેરફાર કરો]ભાગવત પુરાણ અનુસાર એક વખત કૃષ્ણ માટીમાં રમી રહ્યા હતા અને તેને ગળી રહ્યા હતા. યશોદા, આ જોઈને યશોદા તેની અવજ્ઞા બદલ કૃષ્ણ પર ગુસ્સે ભરાઈ ગઈ હતી અને તેને ઘંટીના પથ્થર સાથે બાંધીને સજા કરી હતી. બાળ કૃષ્ણ ઘંટીના પડને ઘસડીને મારુત્રુ નામના ઝાડ તરફ લઈ ગયો, અને જોડિયાં વૃક્ષોની વચ્ચે અથડાયો. તરત જ, વૃક્ષોએ કુબેરના પુત્રો, નળકુવર અને મણિગ્રીવા તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા. દેવતાઓને નારદ દ્વારા તેમની તરફ ધ્યાન ન આપવા બદલ શ્રાપ આપવામાં આવ્યો હતો, અને કૃષ્ણને મળ્યા પછી તેમને ઝાડ તરીકેના તેમના શાપમાંથી મુક્તિ મળી હતી. તેઓએ બાળ કૃષ્ણને આશીર્વાદ આપ્યા અને બંને વૈશ્રવણપુરી પરત ફર્યા હતા.[૭]
પૂતનાની હત્યા
[ફેરફાર કરો]જ્યારે રાક્ષસી પૂતના શિશુ કૃષ્ણને તેના ઝેરથી સ્તનપાન કરાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે કૃષ્ણ તેની જીવનશક્તિને ચૂસી લે છે, અને તેને શબમાં ફેરવે છે. રાક્ષસીની મરવાની ચીસો સાંભળીને, યશોદા પૂતનાનીલાશના હાથમાંથી બાળકને ઝૂંટવી લે છે અને તેને નુકસાનથી બચાવવા માટે તેની ઉપર ગાયની પૂંછડીની સાવરણી લહેરાવે છે.[૮]
યશોદાનો પુનર્જન્મ
[ફેરફાર કરો]પ્રાદેશિક પરંપરા મુજબ દ્વાપર યુગમાં યશોદા કૃષ્ણના લગ્ન જોઈ શકી નહોતી. કૃષ્ણએ તેમને વચન આપ્યું હતું કે જ્યારે કૃષ્ણ કળિયુગમાં વેંકટેશ્વર તરીકે ફરીથી અવતાર લેશે ત્યારે તેમને તેમના લગ્ન જોવાની તક મળશે. કળિયુગમાં, યશોદાનો જન્મ વકુલદેવી તરીકે, વેંકટેશ્વરની માતા તરીકે થયો હતો અને વેંકટેશ્વર અને રાજકુમારી પદ્માવતી વચ્ચેના લગ્નના સાક્ષી બન્યા હતા.[૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Brahmavaivarta Purana Sri-Krishna Janma Khanda (Fourth Canto) Chapter 13.Verse 38 English translation by Shantilal Nagar Parimal Publications Link: https://archive.org/details/brahma-vaivarta-purana-all-four-kandas-english-translation
- ↑ DADUZEN, Dayal N. Harjani aka (2018-07-18). Sindhi Roots & Rituals - Part 2 (અંગ્રેજીમાં). Notion Press. ISBN 978-1-64249-480-8.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Brahmavaivarta Purana Sri-Krishna Janma Khanda (Fourth Canto) Chapter 13.Verse 39
- ↑ Ravindra K. Jain (2002). Between History and Legend: Status and Power in Bundelkhand. Orient Blackswan. pp. 31–32. ISBN 9788125021940.
- ↑ "Yasoda the blessed one". The Hindu (Indian Englishમાં). 2009-09-22. ISSN 0971-751X. મેળવેલ 2019-11-20.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Bryant, Edwin F. (2007-06-18). Krishna: A Sourcebook (અંગ્રેજીમાં). Oxford University Press. p. 122. ISBN 978-0-19-972431-4.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Mani, Vettam (2015-01-01). Puranic Encyclopedia: A Comprehensive Work with Special Reference to the Epic and Puranic Literature (અંગ્રેજીમાં). Motilal Banarsidass. p. 520. ISBN 978-81-208-0597-2.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Books, Kausiki (2022-02-12). Vishnu Purana Part 2 - As Is English Translation (અંગ્રેજીમાં). Kausiki Books. p. 129.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "Dundee Hindu Temple presents it's [sic] first Ram Bhajan prayer". City: World. Northernnatalcourier. TNN. 6 October 2016. મેળવેલ 29 January 2020.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)