યજ્ઞ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
યજ્ઞ.

સનાતન ધર્મમાં યજ્ઞએ સમાન્ય રીતે મંન્ત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે.

ઉદ્દેશ્ય[ફેરફાર કરો]

યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.

તાત્પર્ય[ફેરફાર કરો]

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસાર ના કલ્યાણ ના માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક સાઁસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણ માં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. આ પ્રકાર થોડા જ ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞકર્તાઓ દ્વારા સંસારની મોટી સેવા શક્ય બને છે.

વૈયક્તિક ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. જો માતા પોતાના રક્ત-માંસમાંથી એક ભાગ નવા શિશુના નિર્માણ કરવા માટે ન ત્યાગે, પ્રસવની વેદના ન સહે, અપના શરીર નિચોવી તેને દૂધ ન પીવડાવે, પાલન-પોષણમાં કષ્ટ ન ઊપાડે અને આ બધું નિતાન્ત નિઃસ્વાર્થ ભાવથી ન કરે, તો પછી મનુષ્યનું જીવન-ધારણ કરી શકવું પણ સંભવ ન થાત. આમાટે કહેવામાં આવે છે કે મનુષ્ય નો જન્મ યજ્ઞ ભાવના દ્વારા અથવા તેને કારણે જ સંભવ થાય છે. ગીતાકારે આ જ તથ્યને આ પ્રકારે કહ્યો છે કે પ્રજાપતિએ યજ્ઞને મનુષ્ય સાથે જોડીયા ભાઈની જેમ પૈદા કરવામાં અને આ વ્યવસ્થા ની, એક બીજાંનું અભિવર્ધન કરતા બનેં ફૂલેં-ફળે.

જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્યને પોતાને કો જોડ્યો ન હોત, તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે અન્ય પશુઓની પ્રતિયોગિતામાં તે ક્યારનોય પોતનું અસ્તિત્વ ખોઇ બેઠો હોત. તે અત્યાર સુધી જેટલો પણ આગળ વધ્યો છે, તેમાં તેની યજ્ઞ ભાવના જ એક માત્ર માધ્યમ છે. આગળ પણ જો પ્રગતિ કરવી હોય, તો તેનો આધાર આજ ભાવના હશે. પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે. સમુદ્ર વાદળોને ઉદારતાપૂર્વક જળ આપે છે, વાદળ એક સ્થાનથી બીજા સ્થાન સુધી તેને ઢસડીને લઈ જાઈને વરસાવવાનો શ્રમ વહન કરે છે. નદી, નાળા પ્રવાહિત થઈ ભૂમિને સીંચે અને પ્રાણિઓની તરસ બુઝાવે છે. વૃક્ષ અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ અન્યોને જ દે છે. પુષ્પ અને ફળ અન્યને માટે જ જીવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, વાયુ આદિની ક્રિયાશીલતા તેમના પોતાના લાભ માટે નહીં, પણ બીજાના માટે જ છે. શરીરના પ્રત્યેક અવયવ પોતાના નિજના માટે નહીં, પણ સમસ્ત શરીર ના લાભ માટે જ અનવરત ગતિથી કાર્યરત રહે છે. આ પ્રકારે જ્યાં પણ દૃષ્ટિપાત કરવામાં આવે આવે, આ જ પ્રકટ થાય છે કે આ સંસારમાં જો કાંઈ સ્થિર વ્યવસ્થા છે, તે યજ્ઞ વૃત્તિ પર જ અવલમ્બિત છે. જો આને હટાવી દેવામાં આવે , તો આખી સુન્દરતા, કુરૂપતામાં અને આખી પ્રગતિ, વિનાશમાં પરિણિત થઈ જશે. ઋષિઓએ કહ્યું છે- યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટી જવાથી પર ગાડ઼ીનું આગળ વધી શકવું કઠિન છે.

યજ્ઞીય વિજ્ઞાન[ફેરફાર કરો]

મન્ત્રોમાં અનેક શક્તિ ના સ્રોત દબાયેલ છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગનિઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારની ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાલી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે, તેનાથી હવામાં ઘૂમતા અસંખ્ય રોગ કીટાણુ સહજ જ નષ્ટ થાય છે. ડી.ડી.ટી., ફિનાઈલ આદિ છાંટીને, બીમારિઓથી બચાવ કરવાવાળી દવાઓ અથવા સોય(ઈંજેક્શન) લેવાથી પણ કઈંક અધિક કારગર ઉપાય યજ્ઞ કરવાનો છે. સાધારણ રોગો અને મહામારિઓથી બચવાનો યજ્ઞ એક સામૂહિક ઉપાય છે. દવાઓમાં સીમિત સ્થાન અને સીમિત વ્યક્તિઓ ને જ બીમારિઓથી બચાવવાની શક્તિ છે; પણ યજ્ઞનો વાયુ તો સર્વત્ર જ પહોંચે છે અને પ્રયત્નન ન કરવાવાળા પ્રાણીઓની પણ સુરક્ષા કરાય છે. મનુષ્યની જ નહીં, પશુ-પક્ષીઓ, કીટાણુઓ અને વૃક્ષ-વનસ્પતિઓ ના આરોગ્યની પણ યજ્ઞથી રક્ષા થાય છે.

યજ્ઞની ઊષ્મા મનુષ્યના અંતઃકરણ પર દેવત્વની છાપ પાડતી છે. જ્યાં યજ્ઞ થાય છે, તે ભૂમિ અને પ્રદેશ સુસંસ્કારોની છાપ પોતાની અન્દર ધારણ કરી લે છે અને ત્યાં જવાવાળા પર દીર્ઘકાળ સુધી પ્રભાવ પાડતી રહે છે. પ્રાચીનકાળમાં તીર્થ ત્યાંજ બન્યા છે, જ્યાં મોટા-મોટા યજ્ઞ થયા હતાં. જે ઘરોંમાં, જે સ્થાનોંમાં યજ્ઞ થાય છે, તે પણ એક પ્રકારે તીર્થ બની જાય છે અને ત્યાં જેમનું આગમન રહે છે, તેમની મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત અને સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક અને ગર્ભસ્થ બાળક વિશેષ રૂપથી યજ્ઞ શક્તિથી અનુપ્રાણિત થાય છે. તેમને સુસંસ્કારી બનાવવા માટે યજ્ઞીય વાતાવરણની સમીપતા ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે.

કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે. યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ-વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ-દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેમ લોખંડના તૂટેલા ટુકડાને રેણ (વેલ્ડીંગ)ની અગ્નિ જોડી દે છે. બ્રાહ્મણત્વ યજ્ઞના દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે એક તૃતિયાંશ જીવન યજ્ઞ કર્મ માટે અર્પિત કરવું પડે છે. લોકોના અંતઃકરણમાં અન્ત્યજ વૃત્તિ ઘટે-બ્રાહ્મણ વૃત્તિ વધે, આને માટે વાતાવરણમાં યજ્ઞીય પ્રભાવની શક્તિ ભરવી આવશ્યક છે.

વિધિવત કરેલા યજ્ઞ એટલાં પ્રભાવશાળી હતાં, જેના દ્વારા માનસિક દોષોં-ર્દુગુણોનું નિષ્કાસન અને સદ્દ્ગુણોનું અભિવર્ધન નિતાન્ત સંભવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક વિશ્વસ્ત પદ્ધતિ છે. શરીરના અસાધ્ય રોગો સુધ્ધાંનું નિવારણ તેનાથી થઈ શકે છે. અગ્નિહોત્રના ભૌતિક લાભપણ છે. વાયુને આપણે મળ, મૂત્ર, શ્વાસ તથા મિલ-કારખાના ધુમાડા આદિથી ગન્દા કરીએ છીએ. ગંદા વાયુ રોગોનું કારણ બને છે. વાયુને જેટલો ગંદો કરીએ, તેટલો જ તેને શુદ્ધપણ કરવો જોઈએ. યજ્ઞોંથી વાયુ શુદ્ધ થાય છે. આ પ્રકારે સાર્વજનિક સ્વાસ્થ્યની સુરક્ષાનું એક મોટું પ્રયોજન સિદ્ધ થાય છે.

યજ્ઞનો ધૂમ્ર આકાશમાં-બાદલોળોમાં જઈ ખાદ બની મળી જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. યજ્ઞાગ્નિ ના માધ્યમથી શક્તિશાલી બનેલો મન્ત્રોચ્ચાર ધ્વનિના કમ્પન, સુદૂર ક્ષેત્રમાં વિખરાઈ લોકોનો માનસિક પરિષ્કાર કરે છે, ફળસ્વરૂપ શરીરની જેમ માનસિક સ્વાસ્થ્યપણ વધે છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સન્તાન પ્રાપ્ત કરી હતી, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું . લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવોથી એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો. આ પાછલા બે વિશ્વયુદ્ધો ના કારણે જનસાધારણમાં સ્વાર્થપરતાની માત્રા અધિક વધી જવાથી વાતાવરણમાં એવો જ વિક્ષોભ ફરી ઉત્પન્ન થઈ ગયો છે. તેના સમાધાન માટે યજ્ઞીય પ્રક્રિયાને પુનર્જીવિત કરવી આજની સ્થિતિમાં હજી પણ અધિક આવશ્યક થઈ ગઈ છે.

યજ્ઞીય પ્રેરણાઓ[ફેરફાર કરો]

યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની વિજ્ઞાન સમ્મત પરંપરા સન્નિહિત છે-જ્યાં દેવ શક્તિઓના આવાહન-પૂજનનો મંગલમય સમાવેશ છે, ત્યાં લોકશિક્ષણની પણ પ્રચુર સામગ્રી ભરી પડ઼ી છે. જે પ્રકારે 'મણકા ઘોડી'(અબૅકસ)માં લાગેલી રંગીન લકડાના ગોળીઓ બતાવી નાના વિદ્યાર્થિઓને ગણતરી શીખવાડવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞનું દૃશ્ય દેખાડી લોકોને એ પણ સમઝાઈ જાય છે કે અમારા જીવનની પ્રધાન નીતિ 'યજ્ઞ' ભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ. આપણે યજ્ઞ આયોજનોમાં લાગીએ-પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞ પરંપરામાં ઢાળીએ. અમારું જીવન યજ્ઞના સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશવાન થાય. ગંગા સ્નાનથી જે પ્રકારે પવિત્રતા, શાન્તિ, શીતલતા, આદરતાને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે. યજ્ઞની પ્રક્રિયાને જીવન યજ્ઞનો એક રિહર્સલ કહી શકાય છે. પોતાના ઘી, સાકર, મેવા, ઔષધિઓ આદિ બહુમૂલ્ય વસ્તુઓ જે પ્રકારે આપણે પરમાર્થ પ્રયોજનો હોમ કરીએ છીએ, તેની જેમ જ પોતાની પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ, સાર્મથ્ય આદિ ને પણ વિશ્વ માનવના ચરણોંમાં સમર્પિત કરવી જોઈએ. આ નીતિને અપનાવવાળી વ્યક્તિ ન કેવળ સમાજનું, બલ્કિ પોતનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે, તે દરેકે આ જ નીતિનું પાલન કર્યું છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી વધારી શકતો, તેને જીવનની સાર્થકતાનો શ્રેય અને આનંદપણ નથી મળી શકતો. યજ્ઞીય પ્રેરણાઓનું મહત્ત્વ સમજાવતા ઋગ્વેદમાં યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવ્યો છે. તેની સીખ પર ચાલી લોક-પરલોક બનેં સુધારી શકાય છે. તે વે શિક્ષાઓ આ પ્રકારે છે-

૧- જો કાંઈ આપણે બહુમૂલ્ય પદાર્થ અગ્નિ માં હવન કરીએ છીએ, તેને તે પોતાની પાસે સંગ્રહ કરી નથી રાખતો, પણ તેને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. ઈશ્વર પ્રદત્ત(અર્પિત) વિભૂતિઓનો પ્રયોગ આપણે પણ એવો જ કરવો, જેવો આપણા યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા શીખવાડે છે. આપણી શિક્ષા, સમૃદ્ધિ, પ્રતિભા આદિ વિભૂતિઓનો ન્યૂનતમ ઉપયોગ આપણા માટે અને અધિકાધિક ઉપયોગ જન-કલ્યાણ માટે હોવો જોઈએ.

૨- જે વસ્તુ અગ્નિના સમ્પર્કમાં આવે છે, તેનો તે તિરસ્કાર નહીં, પણ પોતાનામાં આત્મસાત કરી પોતાનો સમાન જ બનાવી લે છે. જો પછાત અથવા નાના અથવા ખોવાયેલ વ્યક્તિના સમ્પર્કમાં આવીએ, તો તેમને આપણે આત્મસાત કરીને અને સમાન બનાવવાનો આદર્શ પૂરો કરીએ.

૩- અગ્નિની જ્વાળા કે તેનો જ દબાવ પડવાથી પણ નીચેની તરફ નહિ જાય, પણ ઊપર જ રહે છે. પ્રલોભન, ભય કે આપણી સામે કેમ ન હોય, આપણે પોતાના વિચારો અને કાર્યોંની અધોગતિ ન થવા દઈએ. વિષમ સ્થિતિઓમાં પોતાના સંકલ્પ અને મનોબળ અગ્નિ શિખાની જેમ ઊચા જ રાખીએ.

૪- અગ્નિ જ્યાર સુધી જીવિત છે, ઉષ્ણતા અને પ્રકાશની પોતાની વિશેષતાઓ નથી છોડતી. તેજ પ્રકારે આપણે પણ પોતાની ગતિશીલતાની ગર્મી અને ધર્મ-પરાયણતાની રોશની ઘટવા ન દેવી જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્ત્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.

૫- યજ્ઞાગ્નિની અવશેષ ભસ્મ મસ્તક પર લગાડતા આપણને એ શીખવે છે કે માનવ જીવનનો અન્ત મુટ્ઠીભર ભસ્મના રૂપમાં શેષ રહી જાય છે. આ માટે પોતાના અંતને ધ્યાનમાં રાખી જીવનના સદુપયોગના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાની થોડીક વસ્તુને વાયુરૂપ બનાવી તેમને સમસ્ત જડ઼-ચેતન પ્રાણિઓને વગર કોઈ પોતાના-પારકા, મિત્ર-શત્રુના ભેદ કરી શ્વાસ દ્વારા આ પ્રકારે ગુપ્તદાનના રૂપમાં ખીલવી દેવું કે તેમને ખબર પણ ન પડે કે કોઈ દાનીએ અમારામાં આટલા પૌષ્ટિક તત્ત્વ ખીલવી દીધાં, ખરેખર એક શ્રેષ્ઠ બ્રહ્મભોજનું પુણ્ય પ્રાપ્ત કરવુ છે અને ઓછા ખર્ચમાં ખૂબ અધિક પુણ્ય પ્રાપ્ત કરવાનો યજ્ઞ એક સર્વોત્તમ ઉપાય છે.

યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસનાઓ અથવા ધર્મ-પ્રક્રિયાઓ એવી છે, જેને કોઈ એકલો કરી કે કરાવી શકે છે; પણ યજ્ઞ અવું કાર્ય છે જેમાં અધિક લોકોના સહયોગની આવશ્યકતા છે. હોળી આદિ મોટા યજ્ઞ તો સદા સામૂહિક જ થાય છે. યજ્ઞ આયોજનોંથી સામૂહિકતા, સહકારિતા અને એકતાની ભાવનાઓ વિકસિત થાય છે.

પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-ત્યહવાર, સંસ્કાર યજ્ઞ સાથે સમ્પન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક એકતા અને ભાવનાત્મક એકતાને લાવવા માટે આવા આયોજનોની સર્વમાન્ય સાધનાનો આશ્રય લેવો એ સૌ પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે.

પોતાના બધાં કર્મકાંડો, ધર્માનુષ્ઠાનો, સંસ્કારો, પર્વોમાં યજ્ઞ આયોજન મુખ્ય છે. તેનો વિધિ-વિધાન જાણી લેવા અને તેમનો પ્રયોજન સમજી લેવાથી તે બધાં ધર્મ આયોજનોની અધિકાંશ આવશ્યકતા પૂરી થઈ જાય છે. લોકમંગલ માટે, જન-જાગરણ માટે, વાતાવરણના પરિશોધન માટે સ્વતંત્ર રૂપે પણ યજ્ઞ આયોજન સમ્પન્ન કરી શકાય છે. સંસ્કારોં અને પર્વ-આયોજનોમાં પણ તેની જ પ્રધાનતા છે.