રુદ્રાક્ષ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રુદ્રાક્ષનું ઝાડ.

રુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે. રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.[૧]

કથા[ફેરફાર કરો]

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,

હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.

ઉપયોગ[ફેરફાર કરો]

રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે[૧].

શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

પ્રકારો[ફેરફાર કરો]

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે.

છબી નામ મહત્વ
Gaurishankara.gif ગૌરી-શંકર રુદ્રાક્ષ કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે. તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ-પત્ની અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.
એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે.
2mukhinep.png બે મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર (શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમૃદ્ધિ વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધને દૃઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
3mukhi.png ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
4mukhi.png ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક, યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
5mukhi.png પંચમુખી રુદ્રાક્ષ આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ કરાવે છે.
6mukhi.png છ મુખી રુદ્રાક્ષ સન્મુખનાથ અથવા કાર્તિકેય (શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શુક્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
7mukhi.png સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
8mukhi.png આઠ મુખી રુદ્રાક્ષ ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
9mukhi.png નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિલાભકારી અને કેતુ તથા શુક્ર સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
10mukhi.gif દશ મુખી રુદ્રાક્ષ જનાર્દન (વિષ્ણુ) સ્વરૂપ અને બુધ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
11mukhi.gif અગીયાર મુખી રુદ્રાક્ષ રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય (સૂર્ય) સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓથી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હ્રદય, લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે.
તેર મુખી કાર્તિકેય (શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફોથી રક્ષણ કરનાર મનાય છે.
ચૌદ મુખી શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ. એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખૂબ જ લાભદાયક છે.
પંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.
15mukhi.gif પંદર મુખી રુદ્રાક્ષ
16mukhi.gif સોળ મુખી રુદ્રાક્ષ
17mukhi.gif સતર મુખી રુદ્રાક્ષ
18mukhi.gif અઢાર મુખી
19mukhi.gif ઓગણીશ મુખી રુદ્રાક્ષ
Gaurishankara.gif વીશ મુખી રુદ્રાક્ષ
21mukhi.gif એકવીશ મુખી રુદ્રાક્ષ કુબેર (ધન-સંપતિના દેવ) સ્વરૂપ અને ધારણ કરનારને અદ્ભુત આર્થિક લાભ કરાવનાર મનાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "રુદ્રાક્ષ". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. the original માંથી ૧૩ મે ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૧૩ મે ૨૦૧૫. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)