દર્શન

વિકિપીડિયામાંથી

દર્શન નો હિંદુ ઉપાસનાનાં સંદર્ભમાં અર્થ છે શુભ દૃષ્ટિ, ભક્તિભાવથી જોવાની ક્રિયા; જેમ કે, દેવદર્શન. શાબ્દિક અર્થમાં દર્શન એટલે જોવું, નિહાળવું, વગેરે અર્થો મળે છે. તત્ત્વજ્ઞાન સંબંધી પુસ્તકો કે વિચારોને પણ "દર્શન" કહેવાય છે. જો કે અહીં માત્ર ઉપાસના વિધિ સાથે સંકળાયેલાં "દર્શન" વિશે વિગતો છે.

કોઈ પ્રકારથી કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાન થવાને દર્શન કહે છે. કાવ્યશાસ્ત્રમાં એના (૧) શ્રવણ, (૨) ચિત્ર, (૩) સ્વપ્ન અને (૪) પ્રત્યક્ષ એવા ચાર ભેદ કહેલ છે અને બીજે મતે તેના સાક્ષાત, સ્વપ્ન અને ચિત્રદર્શન એવા ત્રણ ભેદ માનેલ છે. ભક્તિભાવથી જોવાની ક્રિયા; દેવ, સાધુ વગેરેને ભાવથી જોવા વગેરેને પણ "દર્શન" કહે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]