લખાણ પર જાઓ

યજ્ઞોપવીત

વિકિપીડિયામાંથી
(જનોઈ થી અહીં વાળેલું)

યજ્ઞોપવીત અથવા જનોઈ કે ઉપનયન (સંસ્કૃત: यज्ञोपवीतम्, उपनयन) હિંદુ ધર્મના સંસ્કારો પૈકીનો દિક્ષા સંસ્કાર છે જેમાં ધારકને ત્રિસૂત્રી આપવામાં આવે છે જે તેને મળનારા જ્ઞાનનાં પ્રતીક સમાન છે.

ત્રિસૂત્રીની સૂચકતા

[ફેરફાર કરો]

હિંદુ અને બૌદ્ધ ધર્મમાં જનોઈ સૂતરના પાતળા દોરાઓની બનેલી હોય છે જેને બાળકની અભ્યાસાર્થી ઉંમર અથવા એક અર્થમાં પુખ્તતા દર્શાવવા માટે પહેરવામાં આવે છે.[][] આ ત્રિસૂત્રીને પ્રાદેશિક વૈવિધ્ય મુજબ અનેક નામોથી ઓળખવામાં આવે છે, જેમકે જનોઈ, જનેઉ, યજ્ઞોપવીત, યોન્ય અને ઝુન્નર.[][]

યજ્ઞોપવીતની વિધિ (ઉપનયન) કે જેમાં ધારકને જનોઈ પ્રદાન કરવામાં આવે છે તે સામાજિક અને ધાર્મિક રીતે અગત્યનો સંસ્કાર ગણવામાં આવે છે. હિંદુ, બૌદ્ધ સમાજમાં આ સંસ્કાર વિધિ વિવિધ રૂપે થતી જોવા મળે છે અને વિવિધ નામોથી ઓળખાય છે, જેમકે, ઉપનયન, મુંજ, જનેઉ રસમ અને બ્રતબંધ.[][] હિંદુઓમાં ઉપનયન સંસ્કાર એક સમયે ફક્ત ઉપલા ત્રણ વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય)માં જ થતો, પરંતુ આજકાલ વર્ણભેદ રાખ્યાં વગર ઘણા સંપ્રદયોમાં કિશોરાવસ્થામાં પ્રવેશતા બાળકોને આ સંસ્કાર આપવામાં આવે છે.[] ભલે ખૂબ ઓછા પ્રમાણમાં થતું હોય, પરંતુ ક્યારેય બાળકીઓને પણ જનોઈ દેવામાં આવે છે.[] આજના સમયમાં ઘણી વખત જનોઈ દેવાની વિધિ લગભગ લગ્ન સંસ્કારના એકદમ પહેલા જ કરવામાં આવે છે, પરંતુ આવા અપવાદો બાદ કરતાં મોટેભાગે તે બાળકની કિશોરાવસ્થામાં જ કરવામાં આવે છે.[] બૌદ્ધોમાં જનોઈ દેવાની વિધિ ગમે તે ઉંમરમાં કરી શકાય છે અને તે બાળક-બાળકી બંનેને આપવામાં આવે છે.

જનોઈનું પ્રતીકયોજન

[ફેરફાર કરો]
દક્ષિણ ભારતીય બાળક તેની જનોઈની વિધિ દરમ્યાન

જનોઈના સૂત્રો (દોરા) જૂદા-જૂદા સમાજ અને પ્રદેશોમાં જૂદા-જૂદા પ્રતીક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે જનોઈ દેતી વખતે જનોઈમાં ત્રણ સૂત્રો હોય છે, પરંતુ કેટલીક જ્ઞાતિઓમાં દોરાની સંખ્યા છ હોય છે અને ક્યારેક તો નવ (૯) દોરા વાળી જનોઈ પણ જોવા મળે છે.

ત્રણ ઋણ

[ફેરફાર કરો]

જનોઈના ત્રિસૂત્રો ક્યારેક ત્રણ ઋણના પ્રતીકરૂપ ગણાવવામાં આવે છે જેને કદી ભૂલવા ના જોઈએ-

  • પોતાના ગુરુનું ઋણ (गुरु ऋण), જનોઈ ધારકને જેણે જ્ઞાન આપ્યું છે તેનું ઋણ
  • પોતાના માતા-પિતા અને પિતૃઓનું ઋણ (पितृ ऋण), જનોઈ ધારકને જેણે અસ્તિત્વ પ્રદાન કર્યું છે તેમનું ઋણ
  • ઋષિઓ અને વિદ્વાનોનું ઋણ (ऋषि ऋण), એવા લોકોનું ઋણ જેમણે જ્ઞાન (આધ્યાત્મિક અને વ્યવહારૂ)ની પ્રાપ્તિ કરી છે અને જે જ્ઞાન હવે જનોઈ ધારકનું જીવન ઉન્નત કરવાનું છે.

કેટલાંક સંસ્કરણોમાં ઋષિ ઋણને સ્થાને 'દેવ ઋણ' ગણાવવામાં આવે છે. લગ્ન પછી જનોઈ બેવડાઈને છ દોરાની થઈ જાય છે કેમકે હવે માણસ તેની પત્નીના ઋણ પણ પોતાની જવાબદારી માનતો ગણવામાં આવે છે.[][૧૦][૧૧]

ત્રણ દેવીઓ

[ફેરફાર કરો]

ત્રણ સૂત્રો ત્રણ દેવીઓના પ્રતીક પણ હોઈ શકે-

શુદ્ધતા/પવિત્રતા

[ફેરફાર કરો]

સૂત્રો ધારક પાસેથી અપેક્ષિત મન, વચન અને કર્મની શુદ્ધતા/પવિત્રતાના પ્રતીક સમાન પણ માનવામાં આવે છે.

બૌદ્ધ ધર્મનાં ત્રણ રત્નો

[ફેરફાર કરો]

બૌદ્ધ ધર્મમાં જનોઈને ત્રણ રત્નો-ત્રિરત્ન શરણ (त्रिरत्न; ચાઇનીઝ: 三宝, સાન્બાઓ; જાપાનીઝ: 三宝, સાંબો) અને આર્ય અષ્ટાંગ માર્ગમાં સુચવ્યા મુજબના સતત ધ્યાનસ્થ તથા નૈતિક કર્મો સાથે જોડવામાં આવે છે. આ ત્રણ રત્નો છે -

  • બુદ્ધ, બોધિસત્વ પ્રાપ્ત કરેલ સર્વોચ્ચ જીવ કે જે સહુકોઈના હૃદયમાં વસે છે
  • ધર્મ, એટલે કે બુદ્ધના ઉપદેશો
  • સંઘ, બોધિસત્વ પ્રાપ્ત કરેલા અને તેની પ્રાપ્તિ ઝંખતા લોકોનો સમુદાય[૧૩]
  1. Sir Monier Monier-Williams, Brāhmanism and Hindūism, or, Religious thought and life in India: as based on the Veda and other sacred books of the Hindūs, J. Murray, 1891, http://books.google.com/books?id=-jNbAAAAQAAJ, "... આ ત્રિસૂત્રી બનાવવું બેશક સહેલું છે, પણ એ વાત ભૂલવી ના જોઈએ કે આ જનોઈ બનાવ્યા પછી પણ જ્યાં સુધી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને તેને પવિત્ર ના બનાવી દેવામાં આવે ત્યાં સુધી તેની કોઈ કિંમત હોતી નથી..." 
  2. Sarah Levete, Coming of Age: Journey of Life, The Rosen Publishing Group, 2009, ISBN 9781435853508, http://books.google.com/books?id=VPPSkJiU6BUC, "... હિંદુ બાળકો તેમની જનોઈ તેમની પુખ્તતાની નિશાની તરીકે અને તેઓ હવે ધાર્મિક રીતે પુખ્ત થઈ ગયા છે તેમ દર્શાવવા માટે પહેરે છે..." 
  3. Sultān Bāhū, Jamal J. Elias, Death before dying: the Sufi poems of Sultan Bahu, University of California Press, 1998, ISBN 9780520212428, http://books.google.com/books?id=GlECx1j0B4IC, "... પંજાબીમાં ઝુન્નર, બ્રાહ્મણ હિંદુઓ પહેરે છે તે પવિત્ર દોરા..." 
  4. Shashi Ahluwalia, Meenakshi Ahluwalia, Living faiths in modern India, Indian Publishers' Distributors, 1992, http://books.google.com/books?id=hqTXAAAAMAAJ, "... Make mercy thy cotton, contentment thy thread, continence its knot, truth its twist that would make a Janeu (Yajnopavit or the sacred thread worn by Hindus) for the soul ..." 
  5. Bombay (India : State), Gazetteer, Volume 16, Govt. Central Press, 1883, http://books.google.com/books?id=mfvZ6LDLTmUC, "... and the Devangans undergoing the regular Brahman thread ceremony, munj, when about eight years old ..." 
  6. Debra Skinner, Alfred Pach, Dorothy C. Holland, Selves in time and place: identities, experience, and history in Nepal, Rowman & Littlefield, 1998, ISBN 9780847685998, http://books.google.com/books?id=a1fbanvitWEC, "... when he was eleven, two months after his sacred thread ceremony (bratabandha) ..." 
  7. ૭.૦ ૭.૧ Veena Dua, The Arya Samaj in Punjab politics, Picus Books, 1999, http://books.google.com/books?id=uYbXAAAAMAAJ, "... even the ceremony of the sacred thread investiture is to be performed for the girls. Similarly, women are allowed to become sanyasis as much as men. Nor does the Arya Samaj recognize the restriction of caste. Any man of any caste ..." 
  8. K. S. Singh, Rajasthan, Volume 38 of People of India, Popular Prakashan, 1998, ISBN 9788171547661, http://books.google.com/books?id=nqvloPNdEZgC, "... Sacred thread ceremony (janeu sanskar) is held before marriage ..." 
  9. Michael Keene, New steps in religious education, Book 3, Nelson Thornes, 2002, ISBN 9780748764594, http://books.google.com/books?id=Dpc59z76RXsC, "...ત્રણ દેવાં ચુકવવાના છે: દેવનું દેવું, તેના માતા-પિતાનું અને પિતૃઓનું દેવું, વિજ્ઞ માણસો (ગુરુ)નું દેવું..." 
  10. Balkrishna Govind Gokhale, Indian thought through the ages: a study of some dominant concepts, Asia Pub. House, 1961, http://books.google.com/books?id=kBs1AAAAIAAJ, "...These duties are called the runas or debts which are three in number: the debt to the rishis or sages, the debt due to one's ancestors (pitris) and the debt due to the gods (devas) ..." 
  11. मनुश्य पर तीन ऋण कौन कौन से है?, Webdunia, archived from the original on 2012-03-14, https://web.archive.org/web/20120314181052/http://quest.webdunia.com/hindi/2/15829/question.html, retrieved 2011-12-25, "... मनुश्य पर तीन रिण कौन कौन से है और यह रिण किस प्रकार चुकाये जाते है ... पितृ ऋण, देव ऋण तथा ऋषि ऋण ... पितृ ऋण में पिता के अतिरिक्त माता तथा वे सब बुजुर्ग भी सम्मिलित हैं ... सन्तति को सुयोग्य बनाने से पितृऋण से छुटकारा ... गुरु ऋण ..." 
  12. M. Arunachalam, Festivals of Tamil Nadu: Volume 3 of Peeps into Tamil culture, Gandhi Vidyalayam, 1980, http://books.google.com/books?id=3IrXAAAAMAAJ, "... boy is invested for the first time with the sacred thread ... the three devis Sarasvati, Savitri and Gayatri ..." 
  13. Hanh, Thich Nhat (1991). Old Path White Clouds: walking in the footsteps of the Buddha. Parallax Press. પૃષ્ઠ 157–161. ISBN 0-938077-26-0. CS1 maint: discouraged parameter (link)