પંચગવ્ય

વિકિપીડિયામાંથી

ગાયના દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર (છાણ)ના પાણીને સામૂહિક રુપે પંચગવ્ય કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ઔષધિ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે.
હિંદુઓના કોઇપણ માંગલિક કાર્ય પંચગવ્ય વિના પૂર્ણ થતું નથી.

પંચગવ્યનું ચિકિત્સામાં મહત્વ[ફેરફાર કરો]

પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર(છાણ)ના પ્રમાણસરના સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગૌમૂત્રમાં પ્રતિ ઓક્સીકરણ (એન્ટિઓક્સીડેશન)ની ક્ષમતાને કારણે વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. ગાયના ગોબર(છાણ)નું મહત્વ ચામડીના રોગોના ઉપચારમાં સર્વવિદિત છે. દહીં તેમ જ ઘીમાં રહેલાં પોષકદ્રવ્યોની ઉચ્ચતાથી પણ સૌ પરિચિત છે. દુધનો પ્રયોગ વિભિન્ન પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. ઘીનો પ્રયોગ શરીરની ક્ષમતા વધારવા માટે તેભ જ માનસિક વિકાસ માટે કરવામાં આવે છે. દહીંમાં સુપાચ્ય પ્રોટીન તેમ જ લાભકારી જીવાણુઓ હોય છે, જે ક્ષુધાને પ્રદિપ્ત કરવામાં સહાયતા કરે છે. પંચગવ્યનું નિર્માણ દેશી મુક્ત વન વિચરણ કરતી ગાયો પાસેથી પ્રાપ્ત ઉત્પાદનો દ્વારા જ કરવું જોઇએ.

પંચગવ્ય નિર્માણ[ફેરફાર કરો]

સૂર્ય નાડીવાળી ગાયો જ પંચગવ્યનું નિર્માણ કરવા માટે ઉપયુક્ત હોય છે. દેશી ગાયો આ શ્રેણીમાં સમાવિષ્ટ થાય છે. આ ગાયોમાંથી મેળવેલાં દ્રવ્યોમાં માનવજાત માટે જરૂરી બધાં તત્ત્વ પ્રાપ્ત થાય છે. મહર્ષિ ચરકના કહેવા અનુસાર ગોમૂત્ર કટુ તીક્ષ્ણ તેમ જ કષાય હોય છે. એના ગુણોમાં ઉષ્ણતા, રાષ્યુકતા, અગ્નિદીપક મુખ્ય હોય છે. ગોમૂત્રમાં નાઇટ્રોજન, સલ્ફર, એમોનિયા, કૉપર, લોહ તત્ત્વ, યૂરિક એસિડ, યૂરિયા, ફોસ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, કાર્બોલિક એસિડ, કેલ્શીયમ, નમક, વિટામિન બી, એ, ડી, ઈ, એન્ઝાઇમ, લેક્ટોઝ, હિપ્પુરિક અમ્લ, ક્એતિનિન, આરમ હાઇડ્રોક્સાઇડ મુખ્ય રૂપે પ્રાપ્ત થાય છે. યૂરિયા મૂત્રલ તેમ જ કીટાણુ નાશક છે. પોટેશિયમ ક્ષુધાવર્ધક, રક્તચાપ નિયમનકર્તા છે. સોડિયમ દ્રવ માત્રા તેમ જ તંત્રિકા શક્તિનું નિયમન કરે છે. મેગ્નેશીયમ તેમ જ કેલ્શીયમ હૃદયગતિનું નિયમન કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]