ઉત્સવ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઉત્સવનો અર્થ પર્વ અથવા તહેવાર થાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોનું વિશેષ સ્થાન છે. આથી જ ભારતને તહેવારોની સંસ્કૃતિ કહેવું એકદમ સાચું છે. વર્ષ આખા દરમિયાન કોઈને કોઈ પર્વ અથવા ઉત્સવ આવતા રહે છે. દરેક ઋતુમાં, દરેક મહિનામાં ઓછામાં ઓછો એક તહેવાર અવશ્ય ઉજવવામાં આવે છે. ઘણા ઉત્સવો અમુક પ્રદેશમાં ઉજવવામાં આવે છે, તો અમુક તહેવારો ભારતભરમાં ઉજવવામાં આવે છે, પછી ભલેને એનું નામ અલગ-અલગ હોય.