અભિષેક
Appearance
અભિષેક એ સંસ્કૃત શબ્દ છે જે પૂજા, યજ્ઞ, આરતી જેવી ધાર્મિક ક્રિયા વિધિઓ જેવી ક્રિયા છે.[૧] અભિષેક વિધિ હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વની ધાર્મિક ક્રિયા છે. આ ઉપરાંત રાજાશાહી શાસન વ્યવસ્થામાં નવા રાજાની નિમણુકની ક્રિયા કે વિધિ રાજ્યાભિષેક તરીકે ઓળખાય છે.[૨]
હિંદુ ધર્મ
[ફેરફાર કરો]અભિષેક, જેને અભિષેકમ્ પણ કહે છે, તે સામાન્ય રીતે પુજારીઓ દ્વારા, મંત્રોચ્ચારણ સાથે, દેવતાઓની પ્રતિમા પર વિધવિધ પવિત્ર મનાતી વસ્તુઓ જેવી કે, દૂધ, દહીં, ઘી, મધ, પંચામૃત, તલનું તેલ, સુખડ, ચંદન વગેરે, ચઢાવીને કરવામાં આવે છે. કયા પ્રકારનો અભિષેક છે અને કયા દેવતાને કરવામાં આવે છે તેના આધારે મંત્રો અને સામગ્રીનો નિશ્ચય થાય છે. ઉદાહરણ તરીકે શિવલિંગને રુદ્રાભિષેક કરવામાં આવે છે.
જાણીતા અભિષેક
[ફેરફાર કરો]- ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરનો મહાભિષેકમ્.
- કર્ણાટકના શ્રવણબેલગોડાનો મહામસ્તકાભિષેકમ્.