નામસ્મરણ

વિકિપીડિયામાંથી
(જપ થી અહીં વાળેલું)

જપ અથવા નામસ્મરણ એ ઇશ્વરની ભક્તિની એક પ્રાચીન પદ્ધતિ છે. ભારતીય મૂળના હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં તેનું સવિશેષ મહત્વ છે. મુસ્લિમ ધર્મમાં પણ તપશી (માળા) કરવામાં આવે છે. કોઇ એક જ નામને સતત જપવાની ક્રિયાને નામસ્મરણ કહેવામાં આવે છે. કોઇ ચોક્કસ સંખ્યામાં જપ કરવાના અનુષ્ટાન કરવામાં આવે છે અને અજપાજપ એટલે કે જપ કર્યા વગર આપમેળે સતત (ઊંઘમાં પણ) ૨૪×૭ જપ થતા જ રહે તે સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે.

અનેક સંતો-મહંતો દ્વારા નામસ્મરણના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીદાસે રામાયણમાં નામસ્મરણ વિશે લખ્યું છે કે, 'કળિયુગ કેવલ નામ આધારા; સુમિર સુમિર ઊતરહી ભવપારા.' પુરાણોમાં નવધા ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે જે નવ પ્રકારોમાં એક પ્રકાર ઇશ્વરનું નસ્મરણ છે.

ગુજરાતમાં થઇ ગયેલા સંત યોગેશ્વરે જપ વિશે લખ્યું છે કે, 'નામસ્મરણનું સાધન સરળ, સીધું, સારવાહી, અત્યંત અસરકારક, આશીર્વાદરૂપ અને અમોઘ છે, સર્વે સાધનોના સારરૂપ છે. શાસ્ત્રો જણાવે છે કે સત્યયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞયાગથી, દ્વાપરમાં સેવા અને આરાધનાથી ઈશ્વરપ્રાપ્તિ થઈ શકતી ને જીવનનું પરમ સાર્થક્ય સધાતું, પરંતુ કલિયુગમાં તો ભગવાનના નામસ્મરણ કે નામસંકીર્તનથી એ હેતુની સિદ્ધિ થાય છે. કલિયુગમાં કેવળ નામનો જ આધાર છે, બીજી કોઈ જ ગતિ નથી, શક્તિ કે સાધનસામગ્રી નથી. કલિયુગ જેવો સ્વલ્પ સાધને મહાન ફળ આપનારો, ઓછી મૂડીએ મોટો નફો કરાવનારો બીજો કલ્યાણકારક યુગ નથી. એ દરમિયાન ભગવાનના નામનો ગુણાનુવાદ કરવાથી સંસારને અનાયાસે પાર કરી શકાય છે.'[૧]

પદ્ધતિ[ફેરફાર કરો]

નામસ્મરણ માટેની અમુક ચોક્કસ પદ્ધતિઓ છે અને કોઇ જ પદ્ધતિને અનુસર્યા વગર પણ નામસ્મરણ કરી શકાય છે. આવી જ રીતે કોઇપણ ભગવાનના કોઇપણ નામ કે મંત્રનું સ્મરણ કરી શકાય છે. એક એવા નિયમનું પાલન કરવામાં આવે છે કે જે પણ નામ કે મંત્ર પસંદ કરવામાં આવે તેને વારંવાર બદલવાના બદલે એને જ વળગી રહેવું જોઇએ અને સતત એ એકનો જ જપ કરવાથી ફાયદો થાય છે એવું માનવામાં આવે છે.

સામાન્ય રીતે એક પ્રચલિત રીત મુજબ વહેલી સવારે કે સંધ્યા સમયે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પોતાના ઇષ્ટ દેવની મંર્તિ કે છબીની સામે અથવા એવુ કશુ રાખ્યા વગર બેસી, ગણતરી કરવા માટે માળા લઇને કે માળા વગર પણ જપ કરવામાં આવે છે. મંત્રનું અનુષ્ટાન પણ કરવામાં આવે છે અને સતત જપ કરીને અજપાજપની સ્થિતિ સુધી પણ પહોચી શકાય છે.

અનુષ્ટાન[ફેરફાર કરો]

અનુષ્ટાન એ એક એવી રીત છે જેમાં અમુક ચોક્કસ મંત્રના અમુક ચોક્કસ સંખ્યામાં જપ કે પરશ્વરણ કરવામાં આવે છે. આ રીતે અમુક લાખ કે કરોડની સંખ્યામાં જપ કરાય છે. નિશ્ચિત સંખ્યા પૂર્ણ થાય એટલે અનુષ્ટાન પૂર્ણ થયું એમ માનવામાં આવે છે.

મંત્રની પસંદગી[ફેરફાર કરો]

પ્રણવ[ફેરફાર કરો]

અજપાજપ[ફેરફાર કરો]

નામસ્મરણ વિશે સંશોધન[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. નામસ્મરણ, યોગેશ્વર ,સ્વર્ગારોહણ.ઓઆરજી પર લેખ, પ્રાપ્ય: ૨૪ જૂન ૨૦૧૬