મઠ
મઠ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | સપુષ્પી |
(unranked): | દ્વિદળી |
(unranked): | રોઝિડ્સ |
Order: | ફેબેલ્સ |
Family: | ફેબેસી |
Subfamily: | ફેબોઇડી |
Tribe: | ફેઝિઓલસ |
Genus: | વિગ્ના (Vigna) |
Species: | એકોનિટિફોલિયા (V. aconitifolia) |
દ્વિનામી નામ | |
વિગ્ના એકોનિટિફોલિયા (Vigna aconitifolia) જેક્વિ. (Jacq.) Marechal
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
ફેઝિઓલસ એકોનિટિફોલિઅસ (Phaseolus aconitifolius Jacq.) |
મઠ એક જાનીતું કઠોળ છે. તેનું શાસ્ત્રીય નામ વિગ્ના એકોનીટીફોલીયા (Vigna aconitifolius) છે. હિંદીમાં આને મોઠ (मोठ), અંગ્રેજીમાં મોથ બીન (moth bean), મરાઠીમાં મટકી (मटकी) કહે છે. આ કઠોળ એક ઝીણું, શુષ્ક વાતાવરણ સહેનારું [૧] વાર્ષિક છોડ trailing herb છે. મઠનો છોડ નાના પીળા ફૂલો ધરાવે છે અને તેના પાન deeply lobed leaves ધરાવે છે. આ કઠોળને દક્ષિણ એશિયાના સૂકાં ક્ષેત્રોમાં ઉગાડવામાં આવે છે. આનો દાણો ખીણો ૩ થી ૪ મિમી લાંબો હોય છે. તેનો રંગ રતાશ પડતો કથૈ જેવો હોય છે. આના ફણગાવેલા અંકુરો સ્વાદમાં થોડ્યાં મીઠા લાગે છે.
મહારાષ્ટ્રી રસોઈમાં મઠ ખૂબ પ્રિય અને પચલિત છે. તેઓ મઠને પલાળીને તેને ફણગાવીને તેમાંથી મિસળ બનાવે છે.
ગુજરાતમાં મઠના લોટમાંથી મઠીયા નામે ફરસાણ ખાસ કરીને દિવાળીના સમયે બનાવવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Santosh Khokhar and B. M. Chauhan, "Antinutritional factors in Moth Bean (Vigna aconitifolia): Varietal Differences and Effects of Methods of Domestic Processing and Cooking" (abstract), Journal of Food Science, 51(3):591-594.