આરતી

વિકિપીડિયામાંથી
આરતીની થાળી
સવારની ગંગા આરતી
મંદિરમાં આરતી

આરતીહિંદુ ધર્મની એક પૂજાવિધિ છે. જેમાં થાળી કે આરતિયામાં ઘી કે તેલ અથવા કપૂરની વાટ કે વાટો સળગાવી દેવમૂર્તિ સમક્ષ વર્તુલાકારે ફેરવવામાં આવે છે.[૧] શીખ ધર્મની પૂજાવિધીમાં પણ આરતીનું સ્થાન છે. કહેવાય છે કે આરતી વેદિક કાળના હોમની પરંપરાથી આવેલી વિધિ છે. આરતીની પરંપરામાં કેટલાંક સાંકેતિક અર્થ જોઈએ તો, પુષ્પ પૃથ્વી તત્વનું, પાણી કે પાણીવાળું ભીનું કપડું જળ તત્વનું, દીપ અગ્નિ તત્વનું, આરતિયામાં બનેલી મયુરપંખાકૃતિ વાયુતત્વનું અને ગાયના પૂંછડા જેવી આકૃતિયુક્ત પંખાકૃતિ આકાશ તત્વનું એમ પંચમહાભુતનું પ્રતિનિધિત્વ કરે છે.[૨]

વ્યુતપત્તિ[ફેરફાર કરો]

"આરતી" શબ્દ સંસ્કૃત શબ્દ આરાત્રિક (आरात्रिक) પરથી પ્રાકૃત આરાત્તિય (आरात्तिय) અને તેનું અપભ્રંશ થઈ બનેલો છે. મૂળ આરાત્રિક શબ્દનો અર્થ ’કંઈક જે રાત્રીને દૂર કરે છે’ અર્થાત ’અંધકાર દૂર કરનાર’ એવો થાય છે.[૩][૪][૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ગુજરાતી લેક્સિકોન શબ્દકોશમાં આરતી
  2. Rosen, Steven (2006). Essential Hinduism. Praeger Publishers. ISBN 0-275-99006-0
  3. आरात्रिक Sanskrit English Dictionary, Germany
  4. James Lochtefeld, An illustrated Encyclopedia of Hinduism, ISBN 0-8239-2287-1, page 51
  5. Monier Williams Sanskrit Dictionary; Quote: ArAtrika n. the light (or the vessel containing it) which is waved at night before an icon ; N. of this ceremony.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]