સત્યભામા
સત્યભામા | |
---|---|
અષ્ટભાર્યાના સભ્ય | |
![]() સત્યભામાનું ૧૨મી-૧૩મી સદીનું શિલ્પ | |
અન્ય નામો | સત્રાજીતી |
જોડાણો | દેવી, લક્ષ્મી, ભૂદેવીનો અવતાર, અષ્ટભાર્યા |
રહેઠાણ | દ્વારકા |
ગ્રંથો | વિષ્ણુ પુરાણ, મહાભારત, હરિવંશ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા |
લિંગ | સ્ત્રી |
ઉત્સવો | કાળી ચૌદશ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | કૃષ્ણ |
બાળકો | ભાનુ |
માતા-પિતા |
|
કુળ | યદુવંશ |
સત્યભામા, જે સત્રાજિતી તરીકે પણ ઓળખાય છે, તે એક હિન્દુ દેવી છે અને હિન્દુ દેવતા કૃષ્ણની ત્રીજી રાણી છે. સત્યભામાને ભૂમિના અવતાર તરીકે વર્ણવવામાં આવે છે, જે લક્ષ્મીનું એક પાસું છે. તે દેવી છે અને પૃથ્વીનું પ્રતિક છે. તેને વ્રતિની અને પ્રસ્વાપિની નામની બે બહેનો છે જે તેની સહ-પત્નીઓ પણ છે.[૧][૨] કેટલીક પરંપરાઓ અનુસાર, તેમણે અસુર નરકાસુરને હરાવવામાં કૃષ્ણને મદદ કરી હોવાનું મનાય છે.[૩]
દંતકથા
[ફેરફાર કરો]કૃષ્ણ સાથે વિવાહ
[ફેરફાર કરો]
સત્યભામા યાદવ રાજા સત્રાજિતની પુત્રી હતી, જે દ્વારકાના રાજકોષાધિકારી હતા અને સ્યામંતક રત્નના માલિક હતા. સત્રાજિતે આ રત્ન સૂર્યદેવ પાસેથી મેળવ્યું હતું અને કૃષ્ણ, જે દ્વારકાના રાજા હતા તેમની માંગણી પર પણ રત્ન આપવા તૈયાર ન હતા. એકવાર સત્રાજિતનો ભાઈ પ્રસેન આ રત્ન પહેરીને શિકાર કરવા નીકળ્યો હતો પરંતુ એક સિંહ દ્વારા તેના પર હુમલો થતાં તેનું મૃત્યુ થયું હતું. રામાયણમાં પોતાની ભૂમિકા માટે જાણીતા જામ્બવને સિંહને મારીને પોતાની પુત્રી જામ્બવતીને આ રત્ન આપ્યું હતું. જ્યારે પ્રસેન શિકાર પરથી પાછો ન ફર્યો ત્યારે કૃષ્ણએ પોતાના માટે રત્નની ચોરી કરવા બદલ પ્રસેનની હત્યા કરી હોવાના આક્ષેપો થયા હતા.
કૃષ્ણ, તેમની પ્રતિષ્ઠા પરના કલંકને દૂર કરવા માટે, ઝવેરાતની શોધમાં તેમના માણસો સાથે નીકળ્યા અને જામ્બવનની ગુફામાં, તેની પુત્રી પાસે આ રત્ન હોવાની તેમને જાણ થઈ. રત્ન લેવા આવેલા ઘુસણખોર સમજીને જામ્બવને કૃષ્ણ પર હુમલો કર્યો. ૨૮ દિવસ સુધી તેમની વચ્ચે યુદ્ધ ચાલ્યું. જામ્બવન, જેનું આખું શરીર કૃષ્ણની તલવારના ચીરાથી ભયંકર રીતે નબળું પડી ગયું હતું, આખરે તેમને રામ તરીકે ઓળખી ગયા અને તેમને સમર્પિત થઈ ગયા.
પોતાના કર્મો માટે પશ્ચાતાપ તરીકે, જામ્બવને કૃષ્ણને રત્ન પાછું આપી દીધું અને તેની પુત્રી જામ્બવતી સાથે લગ્ન કરવા વિનંતી કરી. કૃષ્ણે એ રત્ન સત્રાજિતને પાછું આપી દીધું. તેમણે તરત જ કૃષ્ણને રત્ન અને પુત્રી સત્યભામા, લગ્નમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો. કૃષ્ણએ લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, પરંતુ રત્નનો ઇનકાર કર્યો.[૪]
હરિવંશ પુરાણના જણાવ્યા અનુસાર સત્યભામાની સાથે તેની બે બહેનો વ્રતિની અને પ્રશ્વાપિનીએ પણ તેમની સાથે લગ્ન કર્યા હતા.[૫]
સત્યભામાએ કૃષ્ણના ૧૦ પુત્રોને જન્મ આપ્યો: ભાનુ, સ્વભાનુ, સુભાનુ, ભાનુમાન, પ્રભાનુ, અતિભાનુ, પ્રતિભાનુ, શ્રીભાનુ, બ્રુહદભાનુ અને ચંદ્રભાનુ.[૬][૭]
નરકાસુરનો વધ
[ફેરફાર કરો]
નરકાસુર એક દાનવ અત્યાચારી હતો. આસામી પરંપરામાં અનુસાર વર્તમાન આસામમાં સ્થિત પ્રાગજ્યોતિશ શહેરને તેણે બાનમાં લઈ તેના પર શાસન કર્યું હતું. તે પૃથ્વીની દેવી, ભૂમિનો પુત્ર હતો. નરકાસુર તેના દુષ્ટ શાસન માટે અને દેવતાઓ અને સ્ત્રીઓ પ્રત્યેના ઉચ્ચ અનાદર માટે કુખ્યાત હતો.
નરકાસુરે ઇન્દ્રને હરાવીને ૧૬,૦૦૦ સ્ત્રીઓનું અપહરણ કર્યું હતું અને તેમને તેના મહેલમાં કેદ કરી હતી. તેણે સ્વર્ગીય દેવી અદિતિની કાનની બુટ્ટી ચોરી લીધી અને તેના કેટલાક પ્રદેશો પડાવી લીધા. દેવોના રાજા ઇન્દ્રએ કૃષ્ણને દાનવ નરકાસુરને પરાજીત કરી દેવલોકને તેના અત્યાચારોથી મુક્ત કરવા વિનંતી કરી. તેમની વિનંતીથી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામા સાથે પોતાના વાહન ગરુડની મદદથી નરકાસુરના નગર પર આક્રમણ કર્યું.
કૃષ્ણ અને નરકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું, જેનો અંત કૃષ્ણના સુદર્શન ચક્ર દ્વારા અસુરને મારી નાખવાની સાથે થયો.[૮] ત્યારબાદ કૃષ્ણએ દેવતાઓની માતા અદિતિની ચોરાયેલી કાનની બુટ્ટી પરત કરી. સત્યભામાના પોતાના પતિ પ્રત્યેના સમર્પણભાવથી અદિતિ પ્રસન્ન થઈ અને તેને શાશ્વત યૌવનનું વરદાન આપ્યું. કૃષ્ણનો નરકાસુર પરનો વિજય નરકા ચતુર્દશીના પ્રાદેશિક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે, જે દીવાળીના તહેવારના પ્રથમ દિવસે આવે છે.
નરકાસુર સામે કૃષ્ણના વિજયે અસુરની કેદમાં રહેલા બંધકોને મુક્તિ અપાવી. આ ૧૬૦૦૦ બંધક સ્ત્રીઓને બચાવ્યા બાદ, કૃષ્ણએ તેમને, સમાજમાં તેમનું સન્માન પુનઃસ્થાપિત કરવાની વિનંતી પર તેમની સાથે લગ્ન કર્યા, તેમને તેમની પત્નીઓ બનાવી.
- શાસ્ત્ર સંદર્ભ
વાસુદેવને એ હાલતમાં જોઈને સત્યભામાએ તેની ચામર વડે અને ગરુડે પોતાની પાંખો વડે કૃષ્ણને પંખો નાખ્યો. કૃષ્ણએ રાહત અનુભવી અને ભાનમાં આવીને સત્યભામાને પોતાનું સારંગ ધનુષઆપ્યું, જે તેના ભારે વજનને કારણે મુશ્કેલીથી જ યુદ્ધમાં ચલાવી શકાય છે, અને તેને કહ્યું: "દેવી, હવે નરક સાથે યુદ્ધ કરો. હું પીડાઈ રહ્યો છું અને લડાઈથી કંટાળી ગયો છું." જ્યારે સદાયે સત્ય બોલનાર, ઉમદા,દેવી સત્યભામાને આમ કહેવામાં આવ્યું, ત્યારે તેણીએ દુષ્ટ નરક સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું. સારંગના ધારકની પત્ની સત્યાએ નરકને તીક્ષ્ણ અને અર્ધચંદ્રાકાર તીર અને ભાલાઓથી તેને વીંધી નાખ્યો."[૯]

પ્રેમાનંદના 'સુદામાચરિત્ર'માં કૃષ્ણ, સુદામા, સુદામાની પત્ની અને સત્યભામાનાં ચારિત્રનું વર્ણન જોવા મળે છે.[૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ https://www.vyasaonline.com/encyclopedia/satyabhama/
- ↑ www.wisdomlib.org (2020-11-14). "An Account of Svyamantaka Jewel [Chapter 38]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2024-05-02.
- ↑ Vemsani, Lavanya (2016-06-13). Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of Many Names (અંગ્રેજીમાં). Bloomsbury Publishing USA. પૃષ્ઠ 191. ISBN 978-1-61069-211-3.
- ↑ "Harivamsa ch.38, 45-48".
- ↑ https://www.dvaipayana.net/harivamsa/harivamshaparva/hv_1_38.html
- ↑ "The 80 Sons of lord Krishna and Their Names- Krishna Facts". 18 September 2017. મૂળ માંથી 10 સપ્ટેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 25 માર્ચ 2025.
- ↑ Sinha, Purnendu Narayana (1950). A Study of the Bhagavata Purana: Or, Esoteric Hinduism (અંગ્રેજીમાં). Library of Alexandria. ISBN 978-1-4655-2506-2.
- ↑ www.wisdomlib.org (2013-05-25). "The Killing of Narakasura". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2023-04-05.
- ↑ "Satyabhama-Narakasura Fight in the Harivamsa". mahabharata-resources.org (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી Apr 5, 2023 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2023.
- ↑ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. ગુજરાત ગ્રંથ નિર્ણાણ બોર્ડ. પૃષ્ઠ ૮૮.
