યદુવંશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જાહલ અને સોનલ બાઇ ના સાથે દેવાયત બોદર નામના આહીર સામંત નું ચુડાસમા રાજકુંવર નવઘણની રક્ષા હેતુ પોતાના પુત્ર ઉગાનું વધ્ધ કરતા એક ઐતિહાસિક ચિત્ર. [૧]

યદુવંશ અથવા યદુવંશી શબ્દ ભારતીય ઉપમહાદ્વીપના એ જનસમુદાય માટે પ્રયુક્ત કરવામાં આવે છે, જે ચંદ્રવંશી રાજા યદુના વંશજો મનાય છે.ચુડાસમા[૨] સૌરાષ્ટ્રનો એક યદુવંશી રાજપૂત વંશ છે. મહાભારત કાળમાં પણ સૌરાષ્ટ્ર યાદવોનું રાજય હોવાનો ઉલ્લેખ છે. ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.

તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે. જોકે આ વાત લેખકના ભૌગોલિક સ્થાન પર આધારીત છે આથી આ માહિતી કોઈ આધારભૂત સ્ત્રોત નથી.[૩][૪][૫][૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Christian Mabel Duff Rickmers (1972). The Chronology of Indian History, from the Earliest Times to the Beginning of the Sixteenth Century Issue 2 of Studies in Indian history. Cosmo Publications, Original from the University of California. p. 284.
  2. Singh, Virbhadra (1994). The Rajputs of Saurashtra. Popular Prakashan. p. 35. ISBN 978-8-17154-546-9.
  3. "articles32.htm | sep25 | currsci | Indian Academy of Sciences". www.ias.ac.in (in અંગ્રેજી). Retrieved ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
  4. "Bartleby.com: Great Books Online -- Quotes, Poems, Novels, Classics and hundreds more". www.bartleby.com (in અંગ્રેજી). Retrieved ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
  5. "Genealogies". www.theology.edu. Retrieved ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
  6. "The Sunday Tribune - Spectrum - 'Art and Soul". www.tribuneindia.com. Retrieved ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)