મહેશ કનોડિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સન્ગીતકાર (બન્ધુ બેલડી "મહેશ-નરેશ") પૈકીના એક છે, અને નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા પણ જાણીતા છે. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક છે. તેઓ જેમ સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે, એમ તેઓ જુદાજુદા ગાયકોના (દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરેના) અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાબા સમય સુધી રહેલા છે.


ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, કરસન સાગઠિયા, જેવા દીગ્ગજોએ ગાયેલાં છે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]