નરેશ કનોડિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નરેશ કનોડિયા
જન્મની વિગત 1946 Edit this on Wikidata
ગુજરાત Edit this on Wikidata
વ્યવસાય અભિનેતા, રાજકારણી, ગાયક, સંગીતકાર&Nbsp;Edit this on Wikidata

નરેશ કનોડિયા ગુજરાતી ચલચિત્ર જગતનાં પીઢ કલાકાર છે.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે થયો હતો. તેની પત્નીનું નામ રીમા છે અને તે ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. તેની સાથે તેઓ ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીતકાર મહેશ-નરેશ તરીકે પણ સંગીત આપી ચુક્યા છે. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે.

કારકિર્દી[ફેરફાર કરો]

નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલથી કરી હતી.

નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં.

તેઓ ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.[૨][૩]

તેમનું જીવનવૃત્તાંત સૌના હ્રદયમાં હંમેશ: મહેશ-નરેશ તરીકે ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું.[૪]

ચલચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Pandya, Kaushik (૨૦૦૭). A journey to the glorious Gujarat. Akshara Prakashan. p. ૩૨. ISBN 978-81-7057-085-1. Retrieved ૨૫ એપ્રિલ ૨૦૧૧. 
  2. "Now BJP politican [sic] cum actor Naresh Kanodia to be part of jury to select India's official entry to Oscars: Report". dna. ૨૪ ઓગસ્ટ ૨૦૧૫. Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૭. 
  3. Paniker, Shruti (૨૪ ઓગસ્ટ ૨૦૧૫). "And the Oscar goes to… Gujarati BJP man in jury". Mumbai Mirror. Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૭. 
  4. "Album:Modi releases book of Mahesh and Naresh Kanodia". DeshGujarat. ૨૮ જાન્યુઆરી ૨૦૧૧. Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૭. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]