અરુણા ઈરાની
અરુણા ઈરાની | |
---|---|
જન્મ | ૧૮ ઓગસ્ટ ૧૯૪૬ મુંબઈ |
વ્યવસાય | અભિનેતા, દિગ્દર્શક |
પુરસ્કારો |
અરુણા ઇરાની (જન્મ: ૧૮ ઓગસ્ટ, ૧૯૪૬) એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે, જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે અને ઘણા ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય કલાકાર તરીકે પણ અભિનય કરેલો છે. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. પેટ પ્યાર ઔર પાપ (૧૯૮૫) અને બેટા (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં આપવામાં આવ્યો હતો.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણી આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કરેલ છે.
કારકિર્દી
[ફેરફાર કરો]અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ઔલાદ (૧૯૮૧), હમજોલી (૧૯૭૦) અને નયા જમાના (૧૯૭૧)માં અભિનય કર્યો હતો.
ગુજરાતી ચલચિત્રો સંતુ રંગીલી (૧૯૭૩), મારે જાવું પેલે પાર (૧૯૭૮) ચલચિત્રોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સંજીવ કુમાર સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી.
૧૯૮૪માં તેણીએ પેટ પ્યાર ઔર પાપ માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાં તેણીએ મોટાભાગે 'મા' ના પાત્રોમાં અભિનય કર્યો. ખાસ કરીને બેટા (૧૯૯૨)માંના અભિનયે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો.
તેણીએ પાછળથી ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરુ કર્યું.
૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ વાર્ષિક ફિલ્મફેર સમારંભમાં તેણીને 'લાઇફટાઇમ એચિવમેટન્ટ પુરસ્કાર' પ્રદાન થયો હતો.
પુરસ્કાર
[ફેરફાર કરો]- ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર - જીત
- ૧૯૮૫ - પેટ પ્યાર ઔર પાપ (જાનકી)
- ૧૯૯૩ - બેટા (લક્ષ્મી દેવી)
- ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર- નામાંકન
- ૧૯૭૨ કારવાં - નિશા
- ૧૯૭૪ બોબી - નિમા
- ૧૯૭૬ દો જૂઠ
- ૧૯૭૮ ખૂન પસીના - શાંતિમોહન શર્મા/શાંતિ "શન્નો" દેવી
- ૧૯૮૨ રોકી - કેથી ડિ'સોઝા
- ૧૯૯૫ સુહાગ - આશા આર. શર્મા
- ૧૯૭૬ કર્તવ્ય - ગાયત્રીદેવી સિંહ
- ૧૯૯૮ ગુલામ-એ-મુસ્તફા - ભાગ્યલક્ષ્મી દિક્ષિત
- ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર (૨૦૧૨)