મણિરાજ બારોટ
દેખાવ
મણિરાજ બારોટ | |
---|---|
જન્મની વિગત | મણિરાજ શિવાભાઈ બારોટ |
મૃત્યુ | સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ રાજકોટ |
મૃત્યુનું કારણ | હ્રદયરોગનો હુમલો |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | ગાયન, અભિનય અને મનોરંજન |
સક્રિય વર્ષો | ૧૯૮૯-૨૦૦૬ |
પ્રખ્યાત કાર્ય | સનેડો |
મૂળ વતન | બાલવા |
જીવનસાથી | સ્વ.જશોદાબેન બારોટ, આરતી બારોટ |
સંતાનો | મેઘલ, રાજલ, હિરલ અને તેજલ |
માતા-પિતા |
|
મણિરાજ બારોટ તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.[૧]
તેઓ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની હતા.
૪૨ વર્ષની વયે નવરાત્રીની આઠમને શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હ્દયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું.[૨]
આલ્બમો
[ફેરફાર કરો]લોકગીતો અને ગરબા
- મણિયારો આયો લ્યા
- શેલ દરવાજે ઢોલચી વાગે
- સાંચોરને મેળે
- સડક વચ્ચે છાપરી
- હંબો હંબો વિછુડો
- છોરી રમતુડી
- છેલ પદમણી (નોનસ્ટોપ)
- ચંપા પાંખડિયે
- લિંબોળી
- મહુડો
- સાકરિયા શેરડી
- ફુમતું
- ચિતડાનો ચોર
- રૂમાલિયો
- સાયબા ઢોલા
- મેના પોપટ
- ગબ્બર ઉપર પેંપળો
- રમઝટ રાસની
- સોનાનો ગરબો
- ડાયરાની રમઝટ ભાગ 1 થી 4
ભજન
- રાત અંધારી
- મારી હેલી રે
- ઝાલરી (દાસી જીવણનાં ભજન)
- ભગતી-1 (ગંગા સતીનાં ભજન)
- ભગતી-2 (નાથપંથનાં ભજન)
- ભગતી-3 (રામદેવપીરનાં ભજન)
સનેડા
- લાલ લાલ સનેડો (નોનસ્ટોપ)
- જી હો લાલ સનેડો (નોનસ્ટોપ)
- માતાજીનો સનેડો (નોનસ્ટોપ)
ચલચિત્રો
[ફેરફાર કરો]- ઢોલો મારા મલકનો
- શેણી વિજાણંદ
- સાજણ હૈયે સાંભરે
- ખોડિયાર છે જોગમાયા
- મેના પોપટ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મણિરાજ બારોટ અને સનેડા વિશે જય વસાવડાનો લેખ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Saving the sanedo". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ 2018-10-22.
{{cite news}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ http://www.gujaratsamachar.com/gsa/20061001/guj/national/news4.html[હંમેશ માટે મૃત કડી]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |