લખાણ પર જાઓ

રમેશ મહેતા

વિકિપીડિયામાંથી
રમેશ મહેતા
જન્મની વિગત
રમેશ ગીરધરલાલ મહેતા

(1932-06-22)22 June 1932
મૃત્યુ11 May 2012(2012-05-11) (ઉંમર 79)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેતા, હાસ્ય કલાકાર, ફિલ્મ લેખક, નિર્માતા
જીવનસાથીવિજ્યાગૌરી
સંતાનોપુત્રો: કનુભાઈ, અતુલભાઈ
પુત્રીઓ: કિરણબેન, હર્ષાબેન

રમેશ મહેતા ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪ના[૧]નવાગામ ખાતે થયેલો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.

અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર "હસ્ત મેળાપ"ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા.[૨] તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા. તેમણે 'ગાજરની પિપૂડી' નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.

૧૧ મે, ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે, ૭૮ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું.[૧][૩]

કેટલાક સફળ ચલચિત્રોની યાદી[ફેરફાર કરો]

 • જેસલ તોરલ (૧૯૭૧)
 • હોથલ પદમણી (૧૯૭૪)
 • મેના ગુર્જરી (૧૯૭૫)
 • સંતુ રંગીલી (૧૯૭૬)
 • સોન કંસારી (૧૯૭૭)
 • ગંગા સતી (૧૯૭૯)
 • મણિયારો (૧૯૮૦)
 • જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧)
 • ઢોલી (૧૯૮૨)
 • મરદનો માંડવો (૧૯૮૩)
 • ઢોલામારૂ (૧૯૮૩)
 • હિરણને કાંઠે (૧૯૮૪)

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "ઓ હો હો હો...ના લહેકાના માલિક હાસ્ય કલાકાર રમેશ મહેતાનું નિધન". દિવ્ય ભાસ્કર. ૧૧ મે ૨૦૧૨. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૭.
 2. "Synonym of Gujarati film comedy Ramesh Mehta passes away". DeshGujarat. ૧૧ મે ૨૦૧૨. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૭.
 3. "Actor-Died: Yesteryear gujarati film actor ramesh mehta passed away in". timesofindia.indiatimes.com. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]