ઈલા ભટ્ટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઈલા ભટ્ટ
MJ-Ela-Bhatt-October-2013.jpg
ઈલા ભટ્ટ, ઑક્ટોબર ૨૦૧૩
જન્મની વિગત૦૭-૦૯-૧૯૩૩
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
અભ્યાસબી.એ., એલ.એલ.બી.; ડીપ્લોમા ઑફ લેબર એન્ડ કો-ઓપરેટીવ્સ;
શિક્ષણ સંસ્થાસાર્વજનિક વર્લ્સ હાઈ સ્કુલ,સાઉથ ગુજરાત યુનીવર્સિટી, સર એલ. એ. શાહ લૉ કોલેજ, આફ્રો એશિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટેવ્સ
ક્ષેત્રવકીલ, દાનેશ્વરી
જીવનસાથીરમેશ ભટ્ટ
પુરસ્કારોપદ્મશ્રી ૧૯૮૫; પદ્મભૂષણ ૧૯૮૬6; રેમોન મેગ્સેસે ૧૯૭૭; રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ ૧૯૮૪ ; નીવાનો શાંતિ પુરસ્કાર;ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડરેડક્લિફ પદકઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર ૨૦૧૧; એન્.ડી. ટી.વીના ૨૦૧૩ના ૨૫ હયાત ભારતીય હીરા.
વેબસાઇટsewa.org


ઈલા રમેશ ભટ્ટ (જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩) એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ છે. તેમણે ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્થા સ્થાપી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા. તેઓ કાયદાના સ્નાતક છે અને આંતરરાષ્ટ્રીય મજૂર (international labour), સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ (micro-finance ) અને સહકારી મંડળ (cooperative,) સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં. તેમને રેમન મેગ્સેસે ઍવોર્ડ (૧૯૭૭), રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર અને પદ્મભૂષણ (૧૯૮૬) જેવા પુરસ્કારો મળ્યા હતા.[૧]

શરૂઆતનું જીવન અને પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. અને તેઓ કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્થાપિત ઓલ ઈંડિયા વુમન્સ કોન્ફરેન્સના સેક્રેટરી હતાં. તેઓ ત્રણ પુત્રીમાં બીજા ક્રમે હતાં. તેમનું બાળપણ સુરતમાં વીત્યું. અહીં ૧૯૪૦ થી ૧૯૪૮ દરમ્યાન તેમણે સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. ૧૯૫૨માં તેમણે દક્ષિણ ગુજરાત યુનીવર્સિટી સંલગ્ન એમ. ટી. બી. કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં બી. એ. (વિનયન સ્નાતક)ની પદવી મેળવી. સ્નાતક થયા બાદ તેમણે અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં હિંદુ કાયદા પર તેમના કાર્ય માટે સુવર્ણ ચંદ્રક સાથે તેમણે કાયદામાં સ્નાતકની પદવી મેળવી.[૨]

કારકીર્દી[ફેરફાર કરો]

તેમણે તેમની કારકીર્દીની શરૂઆતમાં મુંબઈની એસ. એન. ડી. ટી. વુમન્સ યુનિવર્સીટીમાં અંગ્રેજી શીખવવાથી કરી. ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજુર સંઘ (ટેક્સટાઈલ લેબર એસોશિએશન - TLA)માં જોડાયાં.

મજુરસંઘ અને સેવા સંસ્થા[ફેરફાર કરો]

૧૯૫૬માં તેમના. લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા. ગુજરાત સરકારમાં થોડાક વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજુરસંઘની મહિલા પાંખના વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાયલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટેવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો. મજુર પરિવારોની આવકમાં વધારો કરવા ઘણી સ્ત્રીઓ કાપડ ઉદ્યોગને લાગતી મજૂરી કરતી, પરંતુ રાજકીય કાયદાનું સંરક્ષણ માત્ર કારખાનામાં કામ કરતા મજૂરોને ન મળતું, આ વિચારોની તેમના પર અસર પડી. આથી આવી, કારખાના બહાર સ્વાશ્રયે જાતમજૂરી કરતી મહિલાઓને તેમણે મજુરસંઘની મહિલા પાંખના હેઠળ સંગઠિત કરી. તેમાં તેમને મજુરસંઘના પ્રમુખ અરવિંદ બુચની સહાય મળી. ૧૯૭૨માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્ફ-એમ્પ્લૉય્ડ વુમન્સ એસોશિએશન - SEWA - સેવા) અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા.

ધ એલ્ડર્સ: ૨૦૦૭[ફેરફાર કરો]

વિશ્વના અમુક કપરા પ્રશ્નોને હલ કરવા પોતાના જ્ઞાન તથા અનુભવનો લાભ વિશ્વને મળે એવા આશયથી ૧૮ જુલાઈ ૨૦૦૭ના દિવસે નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુએ એક સભા ગોઠવી. નેલ્સન મેન્ડેલાએ તેને નવું જૂથ તરીકે સ્થાપવાની ઘોષણા કરી જે એલ્ડર્સ તરીકે ઓળખાઈ. આ સંસ્થા સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે જેમાં ઈલા ભટ્ટ ભાગ ભજવતાં હતાં. ૨૦૧૨ના ફેબ્રુઆરી માસમાં તેમણે ધ એલ્ડર્સના સભ્યો ડેસમન્ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્ડ અને મેરી રોબીન્સન સાથે બિહારનો પ્રવાસ કર્યો. અહીં તેમણે જાગૃતિ નામની બાળવિવાહને લગતી કાર્ય કરતી સંસ્થાની સમીક્ષા કરી.[૩][૪] તેમણે ઑગસ્ટ ૨૦૦૯ અને ઑક્ટોબર ૨૦૧૦માં એલ્ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્યપૂર્વી દેશોની મુલાકાત લીધી. [૫][૬][૭] ઑક્ટોબર ૨૦૧૦ની ગાઝાની મુલાકાત બાદ ધ એલ્ડર્સની વેબસાઈટ પરના બ્લોગમાં લખ્યું હતું કે અન્યાય સામે અહિંસક લડત ચલાવવા માટે હિંસક લડાઈ કરતાં વધુ મહેનતની જરૂર પડે છે અને લડતમાં શસ્ત્રો વાપરવાવાળા કાયર હોય છે. [૮]

૧૯૭૯માં સ્થપાયેલી સંસ્થા વુમન્સ વર્લ્ડ બેંકીંગ (સ્ત્રીઓની વૈશ્વીક બેંક)ના તેઓ એસ્થર ઓક્લૂ અએમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતા. ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતર્રાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં. હાલમાં તેઓ WIEGO (Women in Informal Employment: Globalizing and Organizing - વુમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેંટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગ)ના બોર્ડ ઑફ ડાયરેક્ટર છે.[૯] તેઓ રોકેફેલર ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે.

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૫૬માં ઈલા ભટ્ટના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા અને તેમને બે બાળકો જન્મ્યા; અમીમયી (૧૯૫૮) અને મિહીર (૧૯૫૯). હાલમાં તેઓ અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે.

પુરસ્કારો અને સન્માન[ફેરફાર કરો]

જૂન ૨૦૦૧માં તેમન હાવર્ડ યુનિવર્સીટી દ્વારા માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપવામાં આવી. તેજ પદવી તેમને ૨૦૧૨માં જ્યોર્જટાઉન યુનિવર્સીટીએ પણ આપી. યુનિવર્સીટી લીબ્રે દી બ્રક્સેલ્સે - બેલ્જીયમએ તેમને પણ ડોક્ટરેટની પદવી આપી.[૧૦] તેઓ યેલ અને નાતાલ યુનિવર્સીટીની ડોક્ટરેટની પદવીઓ ધરાવે છે.

૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૭૭માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને ૧૯૮૪માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.

ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને ઈ.સ. ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્કાર મળ્યો.

નવેમ્બર ૨૦૧૦માં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટન દ્વારા, ૧૦ લાખ જેટલી ગરીબ ભારતીય મહિલાઓના જીવનસ્તરને સુધારવા અને સ્વાતંત્ર્ય લાવવા બદલ તેમને ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ આપવામાં આવ્યો.

સમાજની સ્ત્રીઓના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો બદલ તેમને ૨૭ મે ૨૦૧૧ના દિવસે (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ પદક આપવામાં આવ્યું.

સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વાઅત્રંત્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ તેમને ૨૦૧૧માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો.[૧૧]

જૂન ૨૦૧૨માં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટને તેમને પોતાના આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યુ, "વિશ્વમાં ઘણાં વીરો અને વીરાંગનાઓ છે અને ઈલા ભટ્ટ તેમાંના એક છે જેમણે ભારતમાં ઘણાં વર્ષો પૂર્વે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) ચાલુ કર્યું."[૧૨]

લેખન[ફેરફાર કરો]

તેમના દ્વારા લખેલ અંગ્રેજી પુસ્તકો ગુજરાતી, ઉર્દુ , હિન્દી માં અનુવાદિત થયેલ છે, હાલમાં તે તમિળ અને ફ્રેંચમાં પણ અનુવાદિત થઇ રહેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. the original (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. Retrieved July 21, 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 2. "Awardees Biography". Ramon Magsaysay Award Foundation. Retrieved 15 December 2013. Check date values in: |accessdate= (મદદ)
 3. "The Elders: Momentum is building to tackle child marriage in India". TheElders.org. 9 February 2012. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)Check date values in: 9 February 2012 (help)
 4. Ela Bhatt (6 February 2012). "Welcoming my fellow Elders to India". TheElders.org. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)Check date values in: 6 February 2012 (help)
 5. Ethan Bronner (28 August 2009). "In Village, Palestinians See Model for Their Cause". New York Times. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)Check date values in: 28 August 2009 (help)
 6. "East Jerusalem residents, 'Elders' meet". CNN.com. 21 October 2010. the original માંથી 11 November 2010 પર સંગ્રહિત. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)Check date values in: 21 October 2010 (help)
 7. "'The Elders' call to lift Gaza blockade". Jerusalem Post. 17 October 2010. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)Check date values in: 17 October 2010 (help)
 8. Ela Bhatt (19 October 2010). "What would Gandhi say?". TheElders.org. Retrieved 7 March 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)Check date values in: 19 October 2010 (help)
 9. "WIEGO Board of Directors Bios". WIEGO. Retrieved 15 December 2013. Check date values in: |accessdate= (મદદ)
 10. "Three cheers for Gujarat’s big ben," Times of India, Ahmedabad, 12 May 2012. Available at
 11. Ela Bhatt selected for Indira Gandhi Prize Times of India. 20 November 2011.
 12. Ela Bhatt is Hillary Clinton's 'heroine' Times of India. 22 June 2012.
 13. "Ela Ben's '100-mile communities'..." tribuneindia.com. Retrieved 2015-12-08. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]