રૂખડો (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

DanuM

રૂખડો
Adansonia digitata in Tanzania
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
(unranked): Rosids
ગૌત્ર: Malvales
કુળ: Malvaceae
ઉપકુળ: Bombacoideae
પ્રજાતિ: Adansonia
L.[૧]
Species

See Species section

રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે, જે આફ્રિકા અને મડાગાસ્કરનું મૂળવતની ગણાય છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું એમ માનવામાં આવે છે. ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબજ જાડું હોય છે. ફૂલ સફેદ અને મોટાં હોય છે. ફળ ભૂખરા-બદામી રંગનાં નાની તુંબડી જેવાં હોય છે. તેનું થડ લિસ્સું હોવાને કારણે તેના પર શિકારી પ્રાણીઓ સહેલાઈથી ચડી શકતાં નથી, આને લીધે આ વૃક્ષની બખોલમાં ઘણાં પક્ષીઓ માળો બનાવતાં હોય છે. આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે, જે પાલતુ જનાવરોના શરીર પરના ઘા મટાડવા ઉપયોગી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.