ચાંદખેડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચાંદખેડા
—  ગામ  —
ચાંદખેડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, Chandkheda Ward Office, આંગણવાડી, દૂધની ડેરી, બૅંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
રાઇ, તમાકુ તેમજ શાકભાજી

ચાંદખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ મહાનગર પાલિકામાં સમાવવામાં આવેલું ગામ છે. ચાંદખેડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ચાંદખેડા વોર્ડ ઑફિસ, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ચાંદખેડા ગામની બહારનો વિસ્તાર ખૂબજ વિકસિત થયેલ છે. વીરમાયા માર્ગ (આઈ.ઓ.સી રોડ), ન્યુ સી.જી. રોડ, જનતા નગર, હાઉસિંગ બોર્ડ વગેરે તેના મુખ્ય વિસ્તાર છે.

ચાંદખેડાનાં જોવાલાયક તેમજ ધાર્મિક સ્થળોમાં ગામમાં આવેલું બ્રહ્માણી માતાનું મંદીર અને ગામની સામેની તરફના વિસ્તારમાં આવેલું વિસત માતાનું મંદીર મુખ્ય છે. ચાંદખેડા ગામમાં નવરાત્રીના પ્રથમ નોરતેથી ચૌદમા દિવસના ગરબાનુ ખુબ મહત્વ છે. ગ્રામજનો દ્વારા એક મહિના અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે.[૧]

અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]