રામદેવપીર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રામદેવ પીર
રણુજાના રાજા
રામદેરીયાના મંદિરમાં રામદેવ પીર
રણુજાના શાસક
જીવનસાથી નેતાલદે
પિતા અજમલ
માતા મિનલદે
જન્મ ૧૩૫૨
ચૈત્ર શુક્લ પંચમી (સંવત ૧૪૦૯)
રણુજા
અવસાન ૧૩૮૫
સંવત ૧૪૪૨
રામદેરીયા
અંત્યેષ્ટિ રામદેરીયા
ધર્મ હિંદુ
મજાદર, ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર

રામદેવ પીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેરીયા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં જ તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે.

ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.