મજાદર (તા. વડગામ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મજાદર
—  ગામ  —
મજાદર ગામ
મજાદરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°03′N 72°17′E / 24.05°N 72.28°E / 24.05; 72.28
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ
વસ્તી ૯,૭૦૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

મજાદર (તા. વડગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મજાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મજાદર પાલનપુરથી ૧૫ કિમી અને વડગામથી ૧૦ કિમી દૂર આવેલું છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

રામદેવ પીરનું મંદિર, મજાદર

ગામમાં રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં પહેલા દર મહિને મેળો ભરાતો. હાલમાં દર વર્ષે ભાદરવા સુદ ૯ થી ૧૨ સુધી ભવ્ય મેળો ભરાય છે. ભાવિકો અહીં માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા ચડાવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Majadar Village Population - Vadgam - Banaskantha, Gujarat". www.census2011.co.in. Retrieved ૨ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "રામદેવપીરનું ભવ્ય મંદિર: મજાદર તા. વડગામ". Retrieved ૯ મે ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)