લખાણ પર જાઓ

વડગામ

વિકિપીડિયામાંથી
વડગામ
ધાન્ધાર
—  ગામ  —
વડગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°04′24″N 72°29′33″E / 24.073397°N 72.492382°E / 24.073397; 72.492382
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
નજીકના શહેર(ઓ) પાલનપુર
લોકસભા મતવિસ્તાર પાટણ
વિધાનસભા મતવિસ્તાર વડગામ
વસ્તી ૯,૦૦૫[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૨ /
સાક્ષરતા ૭૯.૬૨% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૫૪૧૦
    • ફોન કોડ • +૦૨૭૩૯
    વાહન • GJ-08
૧૯૯૧માં સ્થપાયેલ સરકારી તાલુકા પુસ્તકાલય, વડગામ

વડગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકા એવા વડગામ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. વડગામ તાલુકો ધાન્ધાર તરીકે પણ ઓળખાય છે. અહીં ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. આ ઉપરાંત કાચા હીરા તૈયાર કરવાનો વ્યવસાય પણ વિકસ્યો છે.

ગામમાં આવેલ વાવ

કહેવાય છે કે એક સમયે અહીં આસપાસમાં વડનાં ઘણાં વૃક્ષો આવેલાં હતાં તેથી આ ગામનું નામ 'વડગામ' પડ્યું.[સંદર્ભ આપો]

જાણીતા વ્યક્તિઓ

[ફેરફાર કરો]

બનાસ ડેરીનાં સ્થાપક, સમાજસેવક અને ખેડૂતોના આગેવાન ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તથા સ્વાતંત્ર્ય સેનાની કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક વડગામના વતની હતા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Vadgam Village Population, Caste - Vadgam Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૮ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "બનાસ ડેરી". banasdairy.coop (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ મે ૨૦૧૭.