બનાસ ડેરી

વિકિપીડિયામાંથી

Coordinates: 24°08′09″N 72°26′27″E / 24.135827°N 72.440929°E / 24.135827; 72.440929

બનાસ ડેરી
સહકારી
ઉદ્યોગદૂધ ઉત્પાદન, માખણ, ઘી, દૂધનો પાવડર, ચા, પેંડા
સ્થાપના૧૯૬૯
મુખ્ય કાર્યાલયપાલનપુર, ગુજરાત, ભારત
મુખ્ય લોકોશંકરભાઇ ચૌધરી (ચેરમેન),[૧] માવજીભાઇ દેસાઈ (ઉપ ચેરમેન), સંજય કરમચંદાની (મેનેજીંગ ડિરેક્ટર)
આવકIncrease ₹૯૮૦૮ કરોડ (૨૦૧૮-૧૯)
કર્મચારીઓ૨૮૦૦
વેબસાઇટbanasdairy.coop

બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત[૨] તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે.[૩] તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.[૧]

ઉત્પાદનો[ફેરફાર કરો]

બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.[૪]

બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે, જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલ છે.

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "History made; Bhatol ousted from Banas dairy". ૨૮ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૬.
  2. "India's largest dairy company plans to double its output in ten years | IUF UITA IUL". cms.iuf.org. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  3. "Gujarat's Banas Dairy is Asia's No.1 in milk production".
  4. "About Us (BanasDairy (Amul))". banasdairy.coop. મૂળ માંથી 2015-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]