ગુજરાત સમાચાર
Appearance
પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
સ્થાપક | શાંતિલાલ શાહ |
પ્રકાશક | શ્રેયાંસ શાંતિલાલ શાહ |
સંપાદક | બાહુબલી શાહ |
સ્થાપના | ૧૯૩૨ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | અમદાવાદ |
ગુજરાત સમાચાર ગુજરાત રાજ્યમાં પ્રકાશિત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચારપત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય ખાનપુર, અમદાવાદ શહેરમાં આવેલું છે અને શાખાઓ સુરત, વડોદરા તેમજ રાજકોટ શહેરમાં પણ આવેલી છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સિવાય મુંબઈ તેમ જ ન્યૂ યોર્કથી પ્રકાશિત કરવામાં આવે છે.
આ દૈનિકનો પ્રથમ અંક ૧૯ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ પ્રકાશિત થયો હતો.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ઠાકર, મહેશ (૨૦૧૧). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬ (ભાગ ૨) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૧૮.