સાબરમતી કેન્દ્રીય કારાગૃહ
| Location | સાબરમતી, અમદાવાદ, ગુજરાત, ભારત |
|---|---|
| Coordinates | 23°04′30″N 72°35′03″E / 23.074885°N 72.584114°E |
| Status | કાર્યરત |
| Security class | મહત્તમ સલામતી |
| Capacity | ૫૩૦ |
| Opened | ૧૮૯૫ |
| Managed by | ગુજરાત જેલ વિભાગ, ગુજરાત સરકાર |
સાબરમતી કેન્દ્રીય કારાગૃહ (અમદાવાદ કેન્દ્રીય કારાગૃહ, સુભાષ બ્રીજ સર્કલ નજીક , અમદાવાદ)એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરનું મુખ્ય કારાગૃહ છે. તેની સ્થાપના ૧૮૯૫માં થઈ હતી.[૧] ઈ.સ ૧૯૨૨માં મહાત્મા ગાંધીને આ કારાગૃહમાં અમુક દિવસો માટે રાખવામાં આવ્યા હતા.[૨] આ કારાગૃહ કેદીઓની સુધારણા, પુનર્વસન અને પુનર્ગઠન જેવી ક્રિયાઓનું કેન્દ્ર રહી છે. ઈગ્નુ (IGNOU - ઈંદિરાગાંધી નેશનલ ઑપન યુનિવર્સિટી) અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અહીં કેદીઓને ઘેરબેઠા અભ્યાસક્રમો પુરા પાડે છે. પતંજલી યોગપીઠ, આર્ટ ઑફ લીવિંગ, રામકૃષ્ણ મિશન, ઈસ્કોન, ચિન્મય મિશન, ઑલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, આર્ય સમાજ, સ્વાધ્યાય પરિવાર, ઈશા યોગ ફાઉન્ડેશન, બ્રહ્મા કુમારી, ભારત સેવાશ્રમ સંઘ, શ્રીમદ રાજચંદ્ર મિશન વગેરે જેવા આધ્યાત્મિક મંડળો અહીં વ્યાખ્યાન, શિક્ષણ કાર્યક્રમ, કાર્યશાળા આદિ યોજે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "18-foot tunnel found in Gujarat's Sabarmati jail, Indian Mujahideen hand suspected behind the escape plan : Gujarat, News - India Today". Indiatoday.intoday.in. 2013-02-11. મેળવેલ 2016-10-24.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Swati, Bhan. "Gandhi cell at Sabarmati jail for renovation". Deccanherald.com. મેળવેલ 2016-10-24.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)