ગુજરાત દિન

વિકિપીડિયામાંથી
ગુજરાત દિન
બીજું નામગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ
ઉજવવામાં આવે છેગુજરાત, ભારત, ગુજરાતી ભાષા બોલતા લોકો વડે.
મહત્વબોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ પ્રમાણે ગુજરાત રાજ્યની સ્થાપના
તારીખ૧ મે
આવૃત્તિવાર્ષિક
સંબંધિતમહાગુજરાત આંદોલન
બૃહદ મુંબઈ રાજ્ય, ૧૯૫૬-૧૯૬૦

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.[૧]

ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.[૨] સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Narendra Modi wishes Gujarat, Maharashtra on their Foundation Day - Mumbai Mirror -". Mumbai Mirror. મેળવેલ ૧ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "Grand Gujarat Day ahead - Times of India". The Times of India. મેળવેલ ૧ મે ૨૦૧૭.