નંદશંકર મહેતા

વિકિપીડિયામાંથી
રાય બહાદુર

નંદશંકર મહેતા
જન્મનંદશંકર તુળજાશંકર મહેતા
(1835-04-21)21 April 1835
સુરત, બ્રિટિશ ભારત
મૃત્યુ17 July 1905(1905-07-17) (ઉંમર 70)
સુરત, બ્રિટિશ ભારત
વ્યવસાયનવલકથાકાર, સુધારાવાદી
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનકરણ ઘેલો (૧૮૬૬)
જીવનસાથીનંદાગૌરી
સંતાનોવિનાયક મહેતા, મનુભાઇ મહેતા
સંબંધીઓહંસા જીવરાજ મહેતા (પૌત્રી)
સુમંત મહેતા (પૌત્ર)

નંદશંકર મહેતા (૨૧ એપ્રિલ ૧૮૩૫ – ૧૭ જુલાઇ ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.[૧][૨][૩]

જીવન[ફેરફાર કરો]

નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.[૪]

૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ.[૧][૪]૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો.

તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજીક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી.[૪] ડો. સુમંત મહેતા તેમના પૌત્ર હતા.[૫]

૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. ૧૭ જુલાઇ ૧૯૦૫ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું.[૪]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (c. ૧૨૯૭-૧૩૦૪) જીવનચરિત્ર ધરાવે છે, જેની અલ્લાઉદ્દિન ખીલજીની તુર્કીશ સેના સામે ૧૨૯૮માં હાર થઇ હતી.[૧][૬][૭]

તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે.[૩][૪]

૨૦૧૫માં કરણ ઘેલોનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "પહેલી ગુજરાતી નવલકથા 'કરણ ઘેલો' : ઉંમર વર્ષ ૧૫૦". ૨૪ જાન્યુઆરી , ૨૦૧૬. મૂળ માંથી 2016-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૧૬. Check date values in: |date= (મદદ)
  2. "પહેલી ગુજરાતી નવલકથાના લેખક". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Book Review: 'Karan Ghelo'– Gujarat's 'Game of Thrones'". ૨૧ જૂન ૨૦૧૫. મેળવેલ ૫ માર્ચ ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Vatsal, Tulsi; Mukherji, Aban (15 March 2016). "'Karan Ghelo': Translating a Gujarati classic of love and passion, revenge and remorse". Scroll.in. મૂળ માંથી 15 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 March 2016.
  5. Vaghela, Arun (2018-07-01). "૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો : ડો.સુમંત મહેતા (1877-1968)". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2019-02-21.
  6. "પ્રકરણ : પ ઉપસંહાર". મૂળ માંથી 2016-04-09 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૧૬.
  7. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૨૦૧, ૩૮૬. ISBN 978-81-7201-006-5.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]