હંસા જીવરાજ મહેતા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હંસા જીવરાજ મહેતા
જન્મ૩ જુલાઇ ૧૮૯૭ Edit this on Wikidata
મૃત્યુ૪ એપ્રિલ ૧૯૯૫ Edit this on Wikidata
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી, ચળવળકાર, રાજકારણી, બાળસાહિત્ય લેખક, અનુવાદક&Nbsp;Edit this on Wikidata
પદની વિગતMember of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭) Edit this on Wikidata

હંસા જીવરાજ મહેતા (૩ જુલાઈ ૧૮૯૭ – ૪ એપ્રિલ ૧૯૯૫)[૧] ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા.[૨][૩] તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ જન્મે નાગર બ્રાહ્મણ હતા અને મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેમણે જાણીતા ડોક્ટર અને રાજકારણી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા.[૩] તેમણે મહાત્મા ગાંધીની સલાહથી વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનોનો સામૂહિક બહિષ્કાર તેમજ અન્ય સ્વાતંત્રયની લડતોમાં ભાગ લીધો હતો. બ્રિટિશરો દ્વારા તેણીની ધરપકડ થઇ હતી તેમજ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.[૨]

૧૯૨૬માં તેણીની પસંદગી બોમ્બે સ્કૂલ્સ કમિટિમાં થઇ હતી અને ૧૯૪૫-૪૬માં ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા. હૈદરાબાદ ખાતે તેમના પ્રમુખપદના વકતવ્ય દરમિયાન સ્ત્રી હક્કોની હિમાયત કરી હતી. ૧૯૪૫ થી ૧૯૬૦ દરમિયાન તેમણે વિવિધ પદો સંભાળ્યા હતા જેમાં એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર, ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશના સભ્ય, ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર રહ્યા હતા.[૧]

તેઓ મનુભાઇ મહેતાના પુત્રી અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાના પૌત્રી હતા.[૧]

યુ.એન.માં કામગીરી[ફેરફાર કરો]

તેમણે ૧૯૪૬માં સ્ત્રીઓની સ્થિતિ અંગેની સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭-૪૮માં યુ.એન. માનવ હક્ક સમિતિના ભારતના પ્રતિનિધિત્વ તરીકે તેઓ માનવ હક્કના વૈશ્વિક જાહેરનામામાં "all men are created equal" (રૂઝવેલ્ટની પસંદગીનું વાક્ય) થી all human beings, માં બદલાવવામાં જવાબદાર હતા[૪] જે લિંગ સમાનતાની જરૂરિયાતનું સૂચન કરતું હતું.[૫] તેઓ ૧૯૫૦માં યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યા હતા. તેઓ યુનેસ્કોના એક્યુકેટિવ બોર્ડના સભ્ય પણ હતા.[૩][૬]

પુરસ્કાર[ફેરફાર કરો]

૧૯૫૯માં તેણીને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ત્રીવેદી, શ્રદ્ધા (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પાનું ૫૪૦.
  2. ૨.૦ ૨.૧ Wolpert, Stanley (૫ એપ્રિલ ૨૦૦૧). Gandhi's Passion: The Life and Legacy of Mahatma Gandhi (અંગ્રેજીમાં). Oxford University Press, USA. ISBN 9780199923922.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Women Role Models: Some Eminent Women of Contemporary India By Gouri Srivastava. ૨૦૦૬. પાનાઓ ૧૪, ૧૫, ૧૬.
  4. Jain, Devaki (૨૦૦૫). Women, Development and the UN. Bloomington: Indiana University Press. પાનું ૨૦.
  5. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-08.
  6. Contemporary art in Baroda. ૧૯૯૭. પાનાઓ ૨૬૭.
  7. "Detailed autograph information of Hansa Jivraj Mehta". www.indianautographs.com. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૮.