સરોજીની મહેતા

વિકિપીડિયામાંથી
સરોજીની મહેતા
જન્મ1898
મૃત્યુ1977(1977-00-00) (ઉંમર 78–79)
વ્યવસાયસમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી, લેખક
રાષ્ટ્રીયતાભારતીય
સાથીનાનક મહેતા
સંબંધીઓવિદ્યાગૌરી નીલકંઠ (માતા)
રમણભાઈ નીલકંઠ ‍‍(પિતા)
વિનોદિની નીલકંઠ (બહેન)
શારદા મહેતા

સરોજીની મહેતા (૧૮૯૮-૧૯૭૭) એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાના લેખક, સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૮૯૮માં સમાજ સુધારક અને લેખક દંપતી રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. તેઓ ૧૯૧૯માં સ્નાતક થયા અને ૧૯૨૩માં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓએ અમદાવાદના વનિતા વિશ્રામમાં અધીક્ષક તરીકે ફરજ બજાવી હતી.[૧] તેમણે સુમંત મહેતાના નાના ભાઈ નાનક મહેતા સાથે લગ્ન કર્યા હતા.[૨]

સર્જન[ફેરફાર કરો]

એકાદશી (૧૯૩૫), ચાર પથરાની મા (૧૯૫૩) અને વળતા પાણી (૧૯૬૨) એ તેમના નવલિકા સંગ્રહો છે. તેમણે સમાજ, કુટુંબ, બાળ લગ્ન અને સમાજમાં મહિલાઓની સ્થિતિ પર લખ્યું. [૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ચૌધરી, રઘુવીર; દલાલ, અનિલા, સંપાદકો (2005). "લેખિકા-પરિચય". વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (1st આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 351. ISBN 8126020350. OCLC 70200087.
  2. પરીખ, શૈલજા કાલેલકર (2013). Marching to a Different Beat: The Nilkanths of Gujarat. અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ 150. ISBN 978-93-82255-35-2.