થિઓડોર હોપ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
થિઓડોર હોપ
માતા Anne Hope
પિતા James Hope
જન્મની વિગત 9 December 1831 Edit this on Wikidata
મૃત્યુની વિગત 4 July 1915 Edit this on Wikidata
વ્યવસાય Civil servant edit this on wikidata
પુરસ્કાર Companion of the Order of the Indian Empire, કેસીએસઆઈ, Companion of the Order of the Indian Empire Edit this on Wikidata

સર થિયોડોર ક્રાકાફ્ટ હોપ KCSI CIE (૯ ડિસેમ્બર ૧૮૩૧[૧] – ૪ જુલાઈ ૧૯૧૫[૨]) જેઓ ઘણી વખત ટી. સી. હોપ તરીકે ઓળખાય છે, બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી અને એંગ્લિકન ચર્ચ સાથે સંકળાયેલા હતા.[૩]

જીવન[ફેરફાર કરો]

થિયોડોર હોપનો જન્મ સેંટ જ્યોર્જ હોસ્પિટલના ધનવાન ચિકિત્સક ડો. જેમ્સ હોપને ત્યાં થયો હતો. જેમ્સ હોપનુ હ્રદય રોગ વિશેનું સંશોધન તેમના અવસાનથી અધૂરું રહ્યું હતું. થિયોડોરની માતા એક લેખક હતા. થિઓડોરનું મોટાભાગનું શાળાજીવન રગ્બી સ્કૂલ અને હેઇલબરીની ખાનગી શાળામાં પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોલેજમાં વીત્યું હતું. ૨૦ વર્ષની ઉંમરની પહેલાં તેમને નૌકા વિહારનું પ્રમાણપત્ર મળ્યું હતું. ૧૮૫૩માં જ્યારે તેઓ બોમ્બે સિવિલ સર્વિસમાં જોડાયા ત્યારે તેઓ ૫ યુરોપી ભાષાઓ જાણતા હતા.

તેમના લગ્ન ૧૮૬૬માં જે. ડબલ્યુ. ફુલ્ટોનની એકમાત્ર પુત્રી જોસેફાઇન ફુલ્ટોન સાથે થયા હતા. તેમને કોઇ સંતાન નહોતા. થિઓડોર હોપનું મૃત્યુ ૪ જુલાઇ ૧૯૧૫માં થયું અને તેમને હાઇગેટ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા.

તેમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૮૫૮) પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશેના પ્રકાશનોમાં સૌથી શરૂઆતના પ્રયાસોમાંનું એક હતું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Index entry". FamilySearch. LDS. Retrieved ૧૧ ડિસેમ્બર ૨૦૦૮. 
  2. "Index entry". FreeBMD. ONS. Retrieved ૧૧ ડિસેમ્બર ૨૦૦૮. 
  3. "Death Of Sir T. Hope. Thirty-Five Years' Work For India. (transcription)" (40899). London: The Times. ૬ જુલાઇ ૧૯૧૫. p. ૬; col B. Retrieved ૧૧ ડિસેમ્બર ૨૦૦૮. 
  4. Lal (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. p. ૩૯૬૭. ISBN 978-81-260-1221-3.