તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
Taarak Mehta Ka Ooltah Chashmah
तारक मेहता का उल्टा चश्मा
પ્રકાર કોમેડી
સર્જક સબ ટીવી
નીલા ટેલીફિલ્મ્સ
લેખક રાજુ ઓડેદરા
રાજન ઉપાધ્યાય
દિગ્દર્શક હર્ષદ જોશી
પ્રારંભિક પાશ્વગીત શૈલેન્દ્ર બારવે દ્વારા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
મુળ દેશ ભારત
ભાષા હિન્દી
No. of seasons ૦૧
એપિસોડની સંખ્યા ૧૦૧૦ એપિસોડ, ૨૦ નવેમ્બર , ૨૦૧૨
નિર્માણ
નિર્માતા(ઓ) નીલા અસિતકુમાર મોદી
અસિતકુમાર મોદી
સમય આશરે ૨૨ મિનિટ
પ્રસારણ
મૂળ ચેનલ સબ ટીવી
ચિત્ર પ્રકાર 480i(SDTV)
પ્રથમ પ્રસારણ ૨૮ જુલાઇ, ૨૦૦૮ – વર્તમાન
બાહ્ય કડીઓ
Website


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી.તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર આધારિત છે. જુન ૨૨, ૨૦૧૨ ના રોજ આ ધારાવાહીકે ૯૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીકે ૬ નવેમ્બર, ૨૦૧૨ નાં રોજ ૧૦૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતા.[૧]આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે નિર્માણ કરવામા આવ્યો હતો, જેનું માર્ચ ૨૦૧૨ મા નવીનીકરણ કરવામા આવ્યુ હતુ.

પ્લોટ[ફેરફાર કરો]

આ ધારાવાહીક મુખ્યત્વે ગોકુલધામ સોસાયટી મા વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગ પર આધરીત છે.આ સોસાયટીમાં ગુજરાતી,મરાઠી,બંગાળી,બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા ઐક્ય સાધી ને રહે છે.

તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેક ની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહ થી ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે ત્યારે ત્યારે સોસાયટીનાં તમામ લોકો ભેગા મળી તેને ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે. સોસાયટી ના સભ્યો પરિવાર ની જેમ સાથે મળીને રહે છે.

પાત્રો સુચિ[ફેરફાર કરો]

કલાકાર રોલ
ગડા પરિવાર
દિલીપ જોશી જેઠાલાલ ચંપકલાલ ગડા
દિશા વાકાણી દયા જેઠાલાલ ગડા
ભવ્ય ગાધી ટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)
અમિત ભટ્ટ ચંપકલાલ જ્યંતિલાલ ગડા
જ્યન્તીલાલ ગિરધરલાલ ગડા
મહેતા પરિવાર
શૈલેશ તારક મહેતા
નેહા મહેતા અંજલી તારક મહેતા
ભિડે પરિવાર
મન્દાર ચન્દવાદકર આત્મારામ તુકારામ ભિડે
સોનલીકા જોશી માધવી આત્મારામ ભિડે
ઝીલ મેહતા / નિધિ ભાનુશાલી સોનુ આત્મારામ ભિડે
ઐયર પરિવાર
તનુજ મહાશબ્દે ક્રિશનન સુનબ્રમનિયમ ઐયર
મુન્મુન દત્તા બબીતા ક્રિશનન ઐયર
સોઢી પરિવાર
ગુરુચરણ સિઘ/લાડ સિંઘ માન રોશન સિઘ હરજીત સિઘ સોઢી
જેનિફર મિસ્ત્રી/દિલખુશ રોશન કૌર રોશન સિઘ સોઢી
સમય શાહ ગુરુચરણ રોશન સિઘ સોઢી (ગોગી)
હાથી પરિવાર
નિર્મલ સોની / આઝાદ કવી ડૉ. હંસરાજ હાથી
અમ્બિકા રજનકારી કોમલ હંસરાજ હાથી
કુશ શાહ ગોલી હંસરાજ હાથી (ગોલ્યા)
અન્ય
મયુર વાકાણી સુંદરલાલ (સુંદર)
શ્યામ પાટક પત્રકાર પોપટલાલ પાન્ડે
પ્રિયા આહુજા / નિધી રિટા શ્રિવાસ્તવ (રિપોર્ટર)
શરદ સન્કલા અબ્દુલ
તરુણ ઉપ્પલ પિન્કુ દિવાન
ઘનશ્યામ નાયક નટવરલાલ પ્રભાશન્કર ઉદયવાલા (નટુ કાકા)
તન્મય વેકરિયા બાઘેશ્વર દાદુખ ઉદયવાલા (બાઘા)

પાત્રો[ફેરફાર કરો]

ગડા પરિવાર[ફેરફાર કરો]

વાર્તા મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવાર ની રહેણીકરણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતીજૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને "ગડા ઇલેકટ્રોનિક્સ" નામે વિધ્યુતીય ઉપકરણો ની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિન્દી જિન્દગી મા થતા પ્રસગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથે ના અનુભવો ને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબ લક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને " ગરબા ક્વિન" તરીકે ઓળખે છે.તેણી હમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામા આવી છે અને જેઠાલાલ ના જુદા જુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને "ટપુ કે પાપા" તરીકે ઓળખે છે. આમ છતા, ધારાવાહિક ના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે.

તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે.તે સોસાયટીના બાળકોની ટુકડી "ટપુસેના" નો આગેવાન છે. ચંપકલાલ જ્યંતિલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારે જ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે જ્યંતિલાલ જેઠાલાલ ને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ.જ્યન્તીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે.

દયાનો ભાઈ સુંદરલાલ (સુંદર) સોસાયટીનો બિન નિવાસી અગ્રણી છે. દયા તેને "વીરા"કહી ને બોલાવે છે. તે પોતાની બહેન અને ભાણીયા પ્રત્યે બહુ લાગણીશીલ છે,પરંતુ જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે. સુંદર પ્રત્યેક વખતે અમદાવાદ થી મુંબઇ વાતાનૂકૂલીન ભાડાની મોટરમાં આવે છે અને તેની પાસે પૈસા નથી તેવુ બહાનુ બતાવી ભાડું જેઠાલાલ પાસે ચુક્વાવે છે. આ બાબતથી જેઠાલાલ ગુસ્સે થઇ જાય છે અને તેને "પનોતી"તરીકે ઓળખે છે.

મહેતા પરિવાર[ફેરફાર કરો]

તારક મહેતા વ્યવસાયે લેખક છે અને ધારાવાહિકના કથાવાચક છે.તે જેઠાલાલના સોસાયટીમાં સૌથી સારા મિત્ર છે.જ્યારે જ્યારે જેઠાલાલ સમસ્યામાં હોય છે ત્યારે ત્યારે તે "ફાયર બ્રિગેડ" તરીકે વર્તે છે.તેનુ ચિત્રણ આધુનિક માણસ તરીકેનુ થયેલુ છે, પરંતુ તે ક્યારેય પોતાના પરંપરાગત મૂલ્યોને ભુલતો નથી. તેની ધર્મપત્ની અંજલી મહેતા ડાયેટીશીયન છે અને તેના પતિને ડાયેટથી સમૃદ્ધ ખોરાક જેવા કે "કારેલાનુ શરબત અને ખીચડી"જ આપે છે. તેણી સોસાયટીની તમામ સ્ત્રીઓની સારી મિત્ર છે.

ભિડે પરિવાર[ફેરફાર કરો]

આત્મારામ તુકારામ ભિડે વ્યવસાયે શિક્ષક છે ,જે હંમેશા "પોતાના સમયમાં"ની વાતો કરે છે. આત્મારામ ગોકુલધામ સોસાયટીનો સેક્રેટરી છે અને પોતાની જાતને "એક્મેવ સેક્રેટરી" અર્થાત "એક્માત્ર સેક્રેટરી" તરીકે ઓળખાવે છે. તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે પ્રેમ-નફરત નો સંબંધ છે. તેની પાસે એક જુનુ સ્કુટર છે જે કયારેય શરૂ થતુ નથી અને સોસાયટીના તમામ લોકોના આગ્રહથી તેને વેચવા તૈયાર થાય છે. તે હંમેશા ટપુની મસ્તી વિશે ફરિયાદ કરે છે. તે હંમેશા સોસાયટીમાં શિસ્તપાલનનો આગ્રહી છે, પરંતુ તેને કોઇ ગણકારતુ નથી. તેની ધર્મપત્ની માધવી ભિડે ઘર આધારિત ઉદ્યોગ મહિલા છે જે "અથાણુ" અને "પાપડ"વેચે છે. તેણી ઘણીવાર તેના પતિના વર્તનથી કંટાળી જાય છે. તેમની પુત્રી સોનુ ભિડે હોશિયાર છોકરી છે અને ટપુની સૌથી સારી મિત્ર છે.

ઐયર પરિવાર[ફેરફાર કરો]

ઐયર પરિવારમાં ક્રિશનન સુનબ્રમનિયમ ઐયર અને બબીતા ક્રિશનન ઐયર છે.સુનબ્રમનિયમ ઐયર દક્ષિણ ભારતીય છે જે મુળ ચેન્નાઇનો છે.તે પ્રખ્યાત વૈજ્ઞાનિક છે અને તેની પત્ની બબીતા બંગાળી છે જે મુળ કોલકાતાની છે. ક્રિષ્ણન ઐયરની મુખાકૃતિ શ્યામ છે, જ્યારે બબિતાની વાજબી છે.જેઠાલાલને બબિતા પર નિર્દોષ મોહ છે. જેઠાલાલ ક્યારેક ક્યારેક બબિતા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરે છે ,પરંતુ તે હંમેશા સુનબ્રમનિયમ ઐયરના કારણે નિષ્ફળ જાય છે.બબીતા સુંદર અને આધુનિક સ્ત્રી છે, જે જેઠાલાલ અને દયાને તેના સારા મિત્રો ગણે છે અને તેના પતિનો વિરોધ કરે છે જ્યારે તે જેઠાલાલ સાથે ઝઘડે છે.

સોઢી પરિવાર[ફેરફાર કરો]

સોઢી પરિવાર એક્સમાન નામ ધરાવતા પંજાબી પતિ અને પારસી પત્નીનુ સંમિશ્રણ ધરાવતો પરિવાર છે.તેમના પ્રેમલગ્ન છે.રોશન સિઘ હરજીત સિઘ સોઢી ગેરેજ ની મલિકી ધરાવે છે અને ખુશીમાં રહેતો વ્યક્તી છે જે ઝઘડાની વાતે ઝડપથી ગુસ્સે થઇ જાય છે.તે હંમેશા મિજબાની માટે તૈયાર હોય છે. રોશન કૌર રોશન સિઘ સોઢી સુખદ વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી છે.તે તેના પતિ અને પુત્રને પ્રેમ કરે છે.તે તેના પતિની મિજબાની કરવાની ટેવને પસંદ નથી કરતી,જેજ તેમના સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડાવે તેમ લાગે છે. તેમને ગુરુચરણ રોશન સિઘ સોઢી (ગોગી) નામે એક પુત્ર છે, જે "ટપુસેના"નો સૌથી નાનો સભ્ય છે.

હાથી પરિવાર[ફેરફાર કરો]

હાથી પરિવાર મુખ્યત્વે બિહારી છે. ડૉ. હંસરાજ હાથી ખાવાના શોખીન અને શરીરે મેદસ્વી છે. તે ઘણીવાર "સહી બાત હે " અર્થાત "સાચી વાત છે" જેવી ટિપ્પ્ણી કરે છે. તેમની ધર્મપત્ની કોમલ હંસરાજ હાથી આધુનીક ગૃહિણી છે અને તેણી તેના પતિ અને પુત્રની ખાવાની આદતોનુ ધ્યાન રાખે છે. ગોલી હન્સરાજ હાથી(ગોલ્યા) તેના પિતા જેવો છે,જે હંમેશા ખાતો જ રહે છે. તે ઘણો મસ્તીખોર છે.

અન્ય[ફેરફાર કરો]

અન્ય રમૂજી પાત્ર સોસાયટી મા વસતા પત્રકાર પોપટલાલ પાન્ડેનુ છે, જે "તૂફાન એક્સ્પ્રેક્સ"માં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે. તે અત્યંત શંકાશીલ એવા છે અને બધું માંગણી માટે રદ કરાવે એવુ ઇચ્છે છે. તે હંમેશા તેની સાથે એક છત્રી સાથે લઇ ફરે છે.તે હંમેશા લગ્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના બધા પ્રયત્નો વ્યર્થ નીવડે છે.

સાંજે સોસાયટીના તમામ પુરુષો રાત્રિભોજન પછી તેમના સોડાના નિયમિત ગ્લાસ માટે નજીકની દુકાને મળે છે. આ દુકાન અબ્દુલ ચલાવે છે, જે સરળ મુસ્લિમ વ્યક્તિ અને સોસાયટીના સભ્ય જેવો છે.રિટા શ્રિવાસ્તવ નામે એક રિપોર્ટર પણ સોસાયટીની સભ્ય છે,જે બાળકોને મદદ કરે છે.તે "કલ તક" નામે સમાચાર ચેનલ માટે ખબરપત્રી તરીકે કામ કરે છે. હંમેશા પત્રકાર પોપટલાલ (પ્રિન્ટ પત્રકાર) અને રીટા (ટેલિવિઝન સંવાદદાતા) વચ્ચે લડાઈ થાય છે, કારણ કે તેઓ તેમના બન્ને પોતપોતાની મીડિયાને અન્યથી ચઢિયાતી ગણે છે. પિન્કુ દિવાન નામે એક છોકરો છે, જે એકલો રહે છે જેના માતા-પિતા શો માં ક્યારેય બતાવ્યા નથી.

નટવરલાલ પ્રભાશન્કર ઉદયવાલા (નટુ કાકા) જેઠાલાલની ઇલેકટ્રોનિક્સની દુકાનના કર્મચારી છે.તે સાઠ વર્ષના છે પરંતુ પોતાને યુવાન માને છે અને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે.તે પોતાનુ ભથ્થુ વધારવાની હંમેશા માંગ કરે છે.જ્યારે જેઠાલાલ તેમને ધમકાવે છે ત્યારે તે ન સાંભળી શકવાનો ડોળ કરે છે અને કહે છે "આપને મુઝસે કુછ કહા?"(આપે મને કંઇ કહયુ?).બાઘેશ્વર દાદુખ ઉદયવાલા (બાઘા) નટુ કાકાનો ભત્રીજો છે અને દુકાનનો કર્મચારી છે.તે રમૂજી છે અને જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે.તે હમેશા એવુ કહેતો ફરે છે "જૈસી જિસકી સોચ"(જેવી પોતપોતાની વિચારસરણી). કાકા અને ભત્રીજા વચ્ચે સરસ સુમેળ છે.

ખાસ દેખાવ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]