ઘનશ્યામ નાયક
ઘનશ્યામ નાયક | |
---|---|
![]() ઘનશ્યામ નાયક | |
જન્મની વિગત | ઘનશ્યામ પ્રભાકર નાયક 12 May 1945[૧] ઊંઢાઈ, ગુજરાત |
મૃત્યુ | 3 October 2021 મુંબઈ | (ઉંમર 76)
મૃત્યુનું કારણ | કેન્સર |
વ્યવસાય | અભિનેતા |
સક્રિય વર્ષો | ૧૯૬૮-૨૦૨૧ |
પ્રખ્યાત કાર્ય | તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા |
મૂળ વતન | ઊંઢાઈ, વડનગર તાલુકો, ગુજરાત |
સંતાનો | ભાવના, તેજલ (પુત્રીઓ), વિકાસ (પુત્ર)[૨] |
ઘનશ્યામ પ્રભાકર નાયક (૧૯૪૫-૨૦૨૧) ગુજરાતી મૂળના જાણીતા અભિનેતા, પાર્શ્વગાયક અને ડબિંગ કલાકાર હતા જેમને 'મુંબઇનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે.[૩] રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું હતું.[૪] તેઓ વર્ષોથી રંગભૂમિના 'રંગલો' શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા હતા.
જીવન
[ફેરફાર કરો]ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનાં ઊંઢાઈ ગામમાં થયેલો.[૩] તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે.[૩] તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઈ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.[૫]
એકાદ વર્ષ પહેલા તેમને ગળાનાં કેન્સરનું નિદાન થયું હતું અને ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એ જ કેન્સરના રોગના કારણે ટૂંકી માંદગી બાદ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.[૬][૭]
કારકિર્દી
[ફેરફાર કરો]તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી 'હસ્તમેળાપ' હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાર્શ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ 'વેલીને આવ્યાં ફૂલ' ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું અને આ જ ફિલ્મમાં 'છુક છુક છુક હું...ઉં... ડીંગો ડીંગો ડીંગો રમીએ રેલગાડી...' ગીત દ્વારા તેમની પાર્શ્વગાયક તરીકેની યાત્રા શરુ થઈ હતી. તેમણે તેમની કારકિર્દીનું આ પ્રથમ ગીત સુમન કલ્યાણપુર અને મહેશકુમાર સાથે ગાયું હતું[૮]. તેમણે ડોશીમાંના અવાજમાં 'દાદીમા અનાડી' ગીત ગાયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા હતા જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર 'માસૂમ' હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું.[૫] તે સિવાય 'કચ્ચે ધાગે', 'ઘાતક', 'હમ દિલ દે ચૂકે સનમ', 'બરસાત', 'આશિક આવારા', 'તિરંગા' જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક 'પાનેતર' હતું.[૩]
ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહ્યા હતા. તેમના વડદાદા વાડીલાલ નાયક શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથોસાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.[૯]
ટેલિવિઝન ધારાવાહિક
[ફેરફાર કરો]- 'મણીમટકું' (ગુજરાતી) મટકાલાલ તરીકે (મુખ્ય કલાકાર)
- 'ફિલિપ્સ ટોપ ૧૦' મખ્ખન તરીકે
- 'એક મહલ હો સપનો કા' મોહન તરીકે
- 'સારથી' ઘનુ કાકા તરીકે
- 'સારાભાઇ vs સારાભાઇ' (૨૦૦૬) વિઠ્ઠલ કાકા તરીકે
- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (૨૦૦૮-૨૦૨૧) નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઇવાલા - નટુકાકા તરીકે
- 'છુટા છેડા' (૨૦૧૨) (ગુજરાતી)
હિન્દી ચલચિત્રો
[ફેરફાર કરો]વર્ષ | ચલચિત્ર | પાત્ર |
---|---|---|
૧૯૬૦ | માસૂમ | બાળ કલાકાર |
૧૯૭૪ | બાલક ધ્રુવ | આશ્રમ શિષ્ય |
૧૯૯૨ | બેટા | હવાલદાર |
૧૯૯૪ | લાડલા | હવાલદાર |
૧૯૯૪ | ક્રાંતિવીર | કલ્યાણજી ભાઇ |
૧૯૯૪ | ઇના મીના ડિકા | ભિક્ષુક |
૧૯૯૫ | આંદોલન | પ્રોફેસર |
૧૯૯૫ | બરસાત | વસ્તીના માણસ |
૧૯૯૬ | માફિયા | હવાલદાર |
૧૯૯૬ | ચાહત | દર્દી |
૧૯૯૬ | ક્રિષ્ના | અમર પ્રભાકરનો માણસ |
૧૯૯૬ | ઘાતક | હોસ્પિટલ રિસેપ્શનિસ્ટ |
૧૯૯૭ | ઇશ્ક | ઇન્સ્પેક્ટર |
૧૯૯૮ | શામ ઘનશ્યામ | પ્રિયા ગીલ (નાયિકા)ના પિતા |
૧૯૯૮ | ચાઇના ગેટ | મેનેજર |
૧૯૯૮ | બારૂદ | |
૧૯૯૯ | કચ્ચે ધાગે | ઇન્સ્પેક્ટર |
૧૯૯૯ | હમ દિલ દે ચૂકે સનમ | વિઠ્ઠલ કાકા |
૨૦૦૦ | તેરા જાદૂ ચલ ગયા | બનિયા |
૨૦૦૧ | લજ્જા | ટિકુ |
૨૦૦૩ | તેરે નામ | ચંદુ ચા વાળા |
૨૦૦૩ | ચોરી ચોરી | સરદારજી રસોઇયા |
૨૦૦૪ | ખાકી | દરજી |
૨૦૦૭ | પંગા ના લો | નાટકવાળા |
૨૦૦૭ | અન્ડરટ્રાયલ | કેદી |
૨૦૦૯ | ઢૂંઢતે રહ જાઓગે | પંડિતજી |
૨૦૧૦ | હલો! હમ લલ્લન બોલ રહે હૈ | નોકર |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "તારક મહેતાના નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન, 77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા". sandesh.com. મેળવેલ 2021-10-03.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "યાદોમાં નટુકાકા: 'તારક મહેતા' ફૅમ ઘનશ્યામ નાયકના પરિવારમાં કોણ કોણ છે? મલાડના આ 2 BHK ફ્લેટમાં રહેતા હતા". Divya Bhaskar. 2021-10-03. મેળવેલ 2021-10-03.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ રાણા, જયવિરસિંહ (૧૧ સપ્ટેમ્બર ૨૦૧૪). "નટુકાકાને એક સમયે મળતા હતાં માત્ર ત્રણ રૂપિયા, તેમની સંઘર્ષગાથા". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી 2019-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૦૩ ઓક્ટોબર ૨૦૨૧.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Revealed! You will be shocked to know the education qualifications of 'Taarak Mehta…' star cast". દિવ્યભાસ્કર (અંગ્રેજીમાં). ૫ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2018-08-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૮.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ "વામન નટુકાકાની વિરાટ છલાંગ ઊંઢાઇથી મુંબઈ". www.Bhardwajnews.weebly.com. મેળવેલ 2019-03-19.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "નટુકાકાનું નિધન, તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન". TV9 ગુજરાતી. ૦૩ ઓક્ટોબર ૨૦૨૧. મૂળ માંથી 2021-10-03 પર સંગ્રહિત. મેળવેલ ૦૩ ઓક્ટોબર ૨૦૨૧.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "યાદોમાં નટુકાકા:'તારક મહેતા' ફૅમ ઘનશ્યામ નાયકના પરિવારમાં કોણ કોણ છે? મલાડના આ 2 BHK ફ્લેટમાં રહેતા હતા". દિવ્ય ભાસ્કર. ૦૩ ઓક્ટોબર ૨૦૨૧. મૂળ માંથી 2021-10-03 પર સંગ્રહિત. મેળવેલ ૦૩ ઓક્ટોબર ૨૦૨૧.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ રઘુવંશી, હરીશ (૧૯૯૫). ગુજરાતી ફિલ્મ ગીતકોશ - ૧૯૩૨થી ૧૯૯૪. સુરત: વિઝન હાઉસ. pp. ૮૦.
- ↑ "ખ્યાતનામ શંકર જયકિશનના સંગીતના ગુરુ નટુકાકા (ઘનશ્યામ નાયક)ના દાદા હતા". ૨૧ નવેમ્બર ૨૦૧૪. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૮.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |