ભવ્ય ગાંધી

વિકિપીડિયામાંથી
ભવ્ય ગાંધી
જન્મ૨૦ જૂન ૧૯૯૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
વેબસાઇટhttps://www.bhavyagandhi.com/ Edit this on Wikidata

ભવ્ય ગાંધી એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તે સબ ટીવી પર દર્શાવવામાં આવતી લોકપ્રિય ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ભજવેલા પાત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ) માટે જાણીતા છે.[૧] તેમણે વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિના પછી ટપુની ભૂમિકા છોડી હતી. ધારાવાહિકમાં ફેબ્રુઆરી ૨૦૧૭ પછી ટપુની ભૂમિકામાં રાજ અનડકટે આવ્યા હતા.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

ભવ્ય ગાંધી ટીપેન્દ્ર જેઠાલાલ ચંપકલાલ ગડા (સામાન્ય રીતે ટપુ તરીકે ઓળખાય છે), જે જેઠાલાલ ગડા અને દયા જેઠાલાલ ગડાના પુત્ર છે, જે ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં મુખ્ય પાત્રો છે. તેણે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૭ પર્યંત ટપુની ભૂમિકા ભજવી હતી.

ભવ્ય ગાંધીએ વર્ષ ૨૦૧૦માં હિંદી ચલચિત્ર સ્ટ્રાઈકરમાં બાળ કલાકાર તરીકે સુર્યકાંતની ભૂમિકા પણ ભજવી હતી. તેણે વર્ષ ૨૦૧૭માં ગુજરાતી સિનેમા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ટપુની ભુમિકા છોડી, ફિલ્મ અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરવા તરફ પ્રયાણ કર્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં જણાવ્યા અનુસાર ભવ્ય જણાવે છે કે નિર્દેશકો-નિર્માતાઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકની તેની ભુમિકાને અવગણીને તેને ધ્યાનમાં લેશે.

તેણે ગુજરાતી ફિલ્મોમાં નવોદિત મુખ્ય અભિનેતા તરીકે પપ્પા તમને નહીં સમજાય દ્વારા પદાર્પણ કયું હતું, જે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ગુજરાતી ચલચિત્રમાં મનોજ જોષી, કેતકી દવે અને જ્હોની લિવરે પણ અભિનય કર્યો છે.

તેની આગામી ભુમિકા નમનરાજ પ્રોડક્શનના નિર્માણ ધર્મેશ મહેતા દ્વારા પ્રસ્તુત ગુજરાતી નાટ્ય ફિલ્મ બાપ કમાલ દિકરો ધમાલ માટે ધર્મેશ વ્યાસ, રાગી જાની અને અન્ય કલાકારો સાથે છે. હાલમાં તેઓ યુએસએ અને કેનેડા ખાતે કાર્યક્રમો રજુ કરી રહ્યા છે.

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

ભવ્ય ગાંધી પોતાના માતા-પિતા સાથે મુંબઈ ખાતે રહે છે. સમય શાહ તેના પિતરાઇ ભાઇ છે, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં તેના પડદા પરના મિત્ર ગુરુચરણ સિંહ સોઢી (ગોગી) તરીકે અભિનય કરી રહ્યા છે.

ટેલિવિઝન[ફેરફાર કરો]

વર્ષ ધારાવાહિક ભૂમિકા
૨૦૦૮-૨૦૧૭ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)
૨૦૧૦ કોમેડી કા ડેઇલી સોપ પોતે

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર ભાષા સંદર્ભ
૨૦૧૦ સ્ટ્રાઈકર સુર્યકાંત (બાળ) હિન્દી
૨૦૧૭ પપ્પા તમને નહીં સમજાય મુંજાલ મહેતા ગુજરાતી [૩]
૨૦૧૮ બાપ કમાલ દિકરો ધમાલ વિવિધ પાત્રો ગુજરાતી [૪]
૨૦૧૯ બા ના વિચાર વરૂણ ગુજરાતી
૨૦૨૧ તારી સાથે ગુજરાતી

સન્માન[ફેરફાર કરો]

વર્ષ પુરસ્કાર શ્રેણી કાર્યક્રમ પરિણામ
૨૦૧૦ ભારતીય ટેલી એવોર્ડ્સ સૌથી વધુ લોકપ્રિય બાળ કલાકાર (પુરુષ) તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા Won
૨૦૧૧ ઝી ગોલ્ડ એવોર્ડ શ્રેષ્ઠ બાળ કલાકાર
૨૦૧૨ સબ કે અનોખે એવોર્ડ સબ સે અનોખા બચ્ચા
૨૦૧૩ ઝી ગોલ્ડ એવોર્ડ શ્રેષ્ઠ બાળ કલાકાર
૨૦૧૬ સબ કે અનોખે એવોર્ડ શ્રેષ્ઠ પુખ્ત બાળક અભિનેતા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
૨૦૧૬ નિકલડિયોન કીડ્સ ચોઇસ એવોર્ડ શ્રેષ્ઠ બાળ મનોરંજક

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Mom gifts Audi to Bhavya Gandhi - Times of India". The Times of India. મૂળ માંથી 2013-11-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૩-૦૨.
  2. "Bhavya Gandhi aka Tappu on quitting Taarak Mehta Ka Ooltah Chashmah: My character was being ignored". The Indian Express. ૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી ૨ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૭.
  3. "Pappa Tamne Nahi Samjaay". The Times of India. મેળવેલ 25 August 2017.
  4. "Baap Kamaal Dikro Dhamaal". Indian Culture. મૂળ માંથી 2019-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-18.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]