લખાણ પર જાઓ

સુપ્રિયા પાઠક

વિકિપીડિયામાંથી
સુપ્રિયા પાઠક
જન્મ૭ જાન્યુઆરી ૧૯૬૧ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
જીવન સાથીPankaj Kapur Edit this on Wikidata
માતા-પિતા
કુટુંબરત્ના પાઠક Edit this on Wikidata

સુપ્રિયા પાઠક કપૂર (જન્મ: ૭ જાન્યુઆરી ૧૯૬૧)[૧] એ એક ભારતીય ફીલ્મ, નાટક અને ટેલીવિઝન અભિનેત્રી છે. તેઓ સિટકોમ ખિચડી માં તેમના પાત્ર હંસા પારેખ અને સંજય લીલા ભણસાલીની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલા માં તેમના ભયંકર પાત્ર ધનકોર બા માટે જાણીતા છે.

શરૂઆતી જીવન[ફેરફાર કરો]

સુપ્રિયા પાઠક એ કાઠીયાવાડી ગુજરાતી નાટ્ય કલાકાર દીના પાઠક અને રાજેશ ખન્ના તથા દીલીપ કુમારના પંજાબી ડ્રેસ મેકર બલદેવ પાઠકના પુત્રી છે.[૨] જાણીતા નાટય અને ટીવી અભિનેત્રી રત્ના પાઠક તેમની મોટી બહેન છે. તેમનું બાળપણ દાદર, મુંબઈની પારસી કૉલોનીમાં વીત્યું અને તેમનો શાલેય અભ્યાસ જે.બી. વાચ્છા હાઈસ્કુલમાં થયો.[૩] તેમણે મુંબઈ વિદ્યાપીઠના નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં, ભારતનાટ્યમાં ફાઈન આર્ટમાં સ્નાતકની પદવી મેળાવી છે.[૪]

કારકીર્દી[ફેરફાર કરો]

તેમણે અભિનયની શરૂઆત મેના ગુર્જરી નામના પ્રાચીન નાટકના પુન: સંસ્કરણમાં કરી. આ નાટક તેમની માતા દીના પાઠકે દિગ્દર્શિત કર્યું હતું. દીના પાઠકની કારકીર્દીના ચરમ કાળમાં, આ નાટકના પ્રાચીન સંસ્કરણમાં દીના પાઠકે કામ કર્યું હતું. આ નાટક બાદ તેમણે પૃથ્વી થિયેટરમાં દીનેશ ઠાકુરના નાટક બીવીયોંકા મદરેસા માં કામ કર્યું. (આ નાટક ફ્રેન્ચ નાટક મોલીરી પર આધારીત હતું). આ નાટક જોતા જોતા શશી કપુરના ધર્મ પત્ની જેનીફર કેન્ડેલનું ધ્યાન તેમના પર ગયું અને તેમણે મહાભારત આધારિત તેમના હોમ પ્રોડક્શનની ફીલ્મ કલિયુગ (૧૯૮૧) માટે શ્યામ બેનેગલને સુપ્રિયાની ભલામણ કરી. આ ફીલ્મમાં સુભદ્રા આધારિત તેમના પાત્ર માટે તેમને ફીલ્મફેરનો સર્વોતમ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ તેમણે વિજેતા (૧૯૮૨), બાઝાર (૧૯૮૨), માસુમ (૧૯૮૩), મિર્ચ મસાલા (૧૯૮૫) જેવી ફીલ્મોમાં સુંદર અભિનય આપ્યો. તેમણે ગાંધી (૧૯૮૨)માં પણ નાનો અભિનય કર્યો. આ સિવાય ૧૯૮૮ની ફ્રેંચ ફીલ્મ ધ બેંગાલી નાઈટ્સ અને ૧૯૮૯ની ફીલ્મ રાખમાં પણ અભિનય આપ્યો. આ સિવાય ઈધર ઉધર, એક મહેલ હો સપનોં કા, ખીચડી, બા બહુ ઔર બેબી જેવી ટેલિવિઝન ધારાવાહીકોમાં પણ તેમણે અભિનય કર્યો.

૧૯૯૪માં તેમણે તેમના પતિ પંકજ કપૂર સાથે મળે એક ટીવી નિર્માતા કંપની સ્થાપી. તે કંપનીની મોહનદાસ બી.એ. એલ.એલ.બી. નામની ધારાવાહીકમાં કાર્ય કર્યું.

પછી, ૧૧ વર્ષના વિરામ બાદ તેમણે ૨૦૦૫માં ફરી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું. તેમણે ૨૦૦૫માં સરકાર, ૨૦૦૮ માં સરકાર રાજમાં અભિનય કર્યો. ૨૦૦૯ની ફીલ્મ વેક અપ સીડ નામની ફીલ્મમાં પેઢીઓની વિચારધારાના તફાવતને ભરવા પ્રયત્નશીલ માતાના તેમના અભિનય વખણાયો હતો. ૨૦૧૩ની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલામાં તેમના પાત્ર ધનકોર બા ને ફીલ્મ ફેર મેગેઝીને તેમની કારકીર્દીનો ચિન્હ કહ્યો છે.

તેમણે તેમની પ્રથમ ગુજરાતી ફીલ્મ કેરી ઑન કેસર (૨૦૧૬)માં અભિનય કર્યો છે.[૫]

અંગત જીવન[ફેરફાર કરો]

૨૨ વર્ષની ઉંમરે તેઓ તેમની માતાના મિત્રના પુત્ર સાથે પરણ્યા હતા, પણ એક વર્ષમાં તે લગ્નનો અંત આવ્યો. ૧૯૮૬માં સાગર સરહદીની પ્રદર્શિત ન થયેલી ફીલ્મ અગલા મૌસમ તેમણે હાલના પતિ પંકજ કપૂર સાથે કામ કર્યું. બે વર્ષની ઓળખ બાદ પંકજ કપૂર અને સુપ્રિયાએ લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્રી સાનાહ એ ૨૦૧૫ની શાનદાર ફીલ્મથી અભિનય આપવો શરૂ કર્યો છે.

અભિનેતા ઈમાદ શાહ અને વિવાન શાહ તેમના ભાણેજ છે.

ફીલ્મોગ્રાફી[ફેરફાર કરો]

ફીલ્મો[ફેરફાર કરો]

વર્ષ ફીલ્મ પાત્ર નોંધ
૧૯૮૧ કલિયુગ સુભદ્રા
૧૯૮૨ વિજેતા એના વર્ગીસ
૧૯૮૨ બાઝાર શબનમ
૧૯૮૨ ગાંધી મનુ
૧૯૮૩ બેક્કરાર નિશા
૧૯૮૩ વિજેતા એના વર્ગીસ
૧૯૮૩ માસુમ ભાવના
૧૯૮૪ ધર્મ ઔર કુરાન રેશ્મા
૧૯૮૪ આવાઝ પ્રિયા
૧૯૮૫ બહુ કી આવાઝ મધુ શ્રીવાસ્તવ
૧૯૮૫ મિર્ચ મસાલા ગામડિયણ
૧૯૮૫ અકલથી અમ્બીલી અમ્બીલી મલયાલમ ફિલ્મ
૧૯૮૫ અર્જુન સુધા માલવણકર
૧૯૮૫ જૂઠી સીમા
૧૯૮૬ દિલવાલા કમલા
૧૯૮૭ નકલી ચહેરા આશા ટીવી ફિલ્મ
૧૯૮૭ શહાદત ટીવી ફિલ્મ
૧૯૮૮ શહેનશાહ શીના
૧૯૮૮ ધ બેંગાલી નાઈટ ગાયત્રી
૧૯૮૮ ફલક (ધ સ્કાય) ચંપા
૧૯૮૯ આકાંક્ષા સીમા
૧૯૮૯ કમલા કી મૌત અંજુ
૧૯૮૯ રાખ નીતા
૧૯૮૯ દાતા સુરૈયા ખાન
૧૯૯૦ ષડયંત્ર બિલ્કીસ
૧૯૯૪ મદહોશ
૨૦૦૨ જેકપોટ ૨ કરોડ સોનુ દત્તા
૨૦૦૫ બેવફા
૨૦૦૫ સરકાર પુષ્પા નાગ્રે
૨૦૦૭ પંગા ના લો
૨૦૦૭ ધર્મ પાર્વતી ચતુર્વેદી
૨૦૦૮ સરકાર રાજ પુષ્પા નાગ્રે
૨૦૦૯ દીલ્હી ૬ વિમલા
૨૦૦૯ વેક અપ સીડ સરિતા મહેરા
૨૦૧૦ ખીચડી: ધ મુવી હંસા પારેખ
૨૦૧૦ અવસ્થી રૂકમણી
૨૦૧૧ મૌસમ ફાતિમા બુઆ
૨૦૧૨ શંગની ચીફ મિનિસ્ટર મેડમ
૨૦૧૩ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલા ધનકોર બા
૨૦૧૪ બોબી જાસૂસ અમ્મી
૨૦૧૫ ઑલ ઇસ વેલ પરમીંદર "પમ્મી"
૨૦૧૫ કીસ કીસ કો પ્યાર કરૂં કપિલની મા
૨૦૧૫ અનઈંડિયન મીરાની મા ઑસ્ટ્રીલિયન ફિલ્મ
૨૦૧૭ સરકાર ૩ પુષ્પા નાગ્રે
૨૦૧૭ કેરી ઑન કેસર કેસર ગુજરાતી ફિલ્મ
૨૦૧૭ બેસ્ટ ઑફ લક લાલુ લાલુની મા ગુજરાતી ફિલ્મ
૨૦૧૮ લવ પર સ્ક્વેર ફુટ લતા ચતુર્વેદી
૨૦૨૧ મિમી મિમી ની મમ્મી
૨૦૨૧ રશ્મિ રોકેટ ભાનુબેન છીબ્બર (રશ્મિ ની મમ્મી)
૨૦૨૨ કહેવતલાલ પરિવાર ગુજરાતી ફિલ્મ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dharma Productions: Happy Birthday Supriya Pathak". dharmamovies.blogspot.in. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૬.
  2. "Supriya Pathak: As a man, I give Pankaj Kapur 9 out of 10 - Times of India". મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૬.
  3. "Pankaj brought therav in my life". મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૬.
  4. "New Document". www.nokiajeenaisikanaam.indiatimes.com. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૬.
  5. Jambhekar, Shruti (૧૪ ઓગસ્ટ ૨૦૧૬). "Prime time TV actors to sparkle in Gujarati films". The Times of India. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૬.