નિધિ ભાનુશાલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નિધિ ભાનુશાલી
જન્મની વિગત (1999-03-16) March 16, 1999 (age 21)
ગાંધીનગર, ગુજરાત, ભારત
રહેઠાણમુંબઈ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસ૧૧મું ધોરણ, આર્ટ્સના વિષયમાં
વ્યવસાયટીવી કલાકાર
સક્રિય વર્ષ૨૦૧૨–વર્તમાન
ખ્યાતનામીતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
સગાંસંબંધીપુષ્પા ભાનુશાલી (માતા)

નિધિ ભાનુશાલી (અંગ્રેજી: Nidhi Bhanushali) એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા ભીડે અથવા સોનુની ભૂમિકાથી ઓળખાય છે, જેમાં તેણી જુલાઈ ૨૦૧૨થી અભિનય કરી રહી છે.[૧]

નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા હાંસલ કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાંથી અગાઉની કલાકાર (ઝીલ મહેતા) છૂટી થયા પછી સોનુની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ કરવામાં આવી અને તેના પ્રથમ પૂર્વાવલોકન તરીકેનું પ્રદર્શન સોનુ ભીડે, આત્મારામ તુકારામ ભીડેની પુત્રી તરીકે નવેમ્બર ૨૦૧૨માં પ્રસારિત કરવામાં આવ્યું હતું. સોનુ ટપુ સેનાની એક ખૂબ જ ચતુર, સુંદર, ઉર્જાવાન અને સક્રિય છોકરી છે. પ્રેક્ષકોને જોવું ગમે તેવું તેનો સુંદર ચહેરો અને સ્મિત છે. પ્રેક્ષકો દ્વારા તેની ભુમિકાને સુસંગત પ્રદર્શન કરી વ્યાજબી રીતે ન્યાય આપ્યો છે, એમ મંજૂર કરવામાં આવેલ છે. તેણીએ આ શ્રેણીના ૧૫૦૦થી વધુ હપ્તાઓ પૂર્ણ કરવામાં મદદ કરી છે.[૨]

તેણીએ વન‌આરફ્યુઝન (OnerFusion Inc.) નામની કંપનીની સપોર્ટ યુએસએ આધારિત સંગીત બેન્ડની ચાહકો વિષયક સ્પર્ધા પૂર્ણ કરી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Say 'No' to fire crackers: Tapu and Sonu paints diyas on the sets of 'Taarak Mehta…'". ૮ નવેમ્બર ૨૦૧૫. Check date values in: |date= (મદદ)
  2. Goswami, Parismita. "Nidhi Bhanushali aka Sonu of 'Taarak Mehta Ka Ooltah Chashmah,' Dev Joshi aka Baalveer excel in Class 10 board exam".