લખાણ પર જાઓ

પ્રિયા આહુજા રાજડા

વિકિપીડિયામાંથી
પ્રિયા આહુજા રાજડા
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયટીવી કલાકાર
સક્રિય વર્ષ૨૦૦૮–૨૦૧૫[]
ખ્યાતનામીતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
સગાંસંબંધીમાલવ રાજડા (પતિ)

પ્રિયા આહુજા અથવા પ્રિયા રાજડા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર અથવા રીટાડીની ભૂમિકાથી ઓળખાય છે, જેમાં તેણીએ ધારાવાહિકમાં શરૂઆતથી લઈને ૨૦૧૫ સુધી અભિનય કર્યો હતો[]. વર્તમાન સમયમાં રીટા રીપોર્ટરની ભૂમિકા નિધિ સુબિયાહ નામની અભિનેત્રી કરી રહી છે[].

તેણીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક ઉપરાંત હન્ટેડ નાઈટ, છજ્જે છજ્જે કા પ્યાર તથા હમારી બેટિયોં કા વિવાહ જેવા કાર્યક્રમો માટે પણ કામ કર્યું છે. અંગત જીવનમાં ૧૯ નવેમ્બર, ૨૦૧૧ના રોજ તેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકના એક દિગ્દર્શક માલવ સુરેશ રાજડા જોડે થયેલ મિત્રતા પછી લગ્નગ્રંથિ દ્વારા જોડાયેલ છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Priya Ahuja - IMDb". IMDb.
  2. "તારક મેહતા કા ઉલ્ટા ચશ્માઃ પડદા પાછળની દુનિયા". કૉકટેલ ઝિંદગી. ૯ નવેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  3. "Characters Real names of Taarak Mehta ka Ooltah Chashmah with Photographs". SifetBabo - An Entertainment Hub. ૧૦ નવેમ્બર ૨૦૧૬.
  4. "Taarak Mehta Ka Ooltah Chashmah's Reeta Reporter Looks Dauntless in her New Avatar". Wittyfeed India. ૧૮ જાન્યુઆરી ૨૦૧૮.