વિનોદ કિનારીવાલા
વિનોદ કિનારીવાલા | |
---|---|
જન્મની વિગત | ૧૯૨૪ ![]() |
મૃત્યુની વિગત | ૯ ઓગસ્ટ ૧૯૪૨ ![]() |
વિનોદ કિનારીવાલા (૧૯૨૪-૯ ઓગસ્ટ ૧૯૪૨) અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.[૧] બ્રિટિશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.
૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.[૧][૨]
જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.[૨]
તેમની યાદમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમને શ્રધ્ધાંજલિ અર્પે છે.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Tributes to Quit India Movement martyrs:". Times of India. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩. Retrieved ૨ એપ્રિલ ૨૦૧૩. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "Veer Vinod Kinariwala Memorial". Gujarat College, Government of Gujarat. Retrieved ૩ એપ્રિલ ૨૦૧૩. Check date values in:
|accessdate=
(મદદ)