લખાણ પર જાઓ

રવાંડા

વિકિપીડિયામાંથી
રવાંડાનું સાર્વભોમ

રિપબ્લિકા યુ રવાંડા (કિન્યારવાંડા)

રિપબ્લિક દુ રવાંડા (ફ્રેંચ)

જમ્હુરી યા રવાંડા (સ્વાહીલી)
રવાંડાનો ધ્વજ: ભૂરો, પીળો અને લીલી પટ્ટીઓ અને ઉપરની પટ્ટીમાં જમણી તરફ પીળો સૂર્ય
ધ્વજ
રવાંડાનું રાજ ચિહ્ન: મધ્ય્માં આદિવાસી સાધનો, તેની આસપાસ દાંતા વાળું ચક્ર અને તેની બહાર ચોરસાકાર ગાંઠો
સીલ
સૂત્ર: "ઉબુમ્વે, ઉમુરીમો, ગુકુન્ડા ઈગીહુગુ"
"એકતા, કામ, રાષ્ટ્રવાદ"
રાષ્ટ્રગીત: રવાંડા ન્ઝિઝા (સુંદર રવાંડા)
 રવાંડા નું સ્થાન  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
 રવાંડા નું સ્થાન  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of રવાંડા
રાજધાની
and largest city
કીગાલી
1°56.633′S 30°3.567′E / 1.943883°S 30.059450°E / -1.943883; 30.059450
અધિકૃત ભાષાઓ
  • અંગ્રેજી
  • ફ્રેંચ
  • કીન્યારવાંડા
  • સ્વાહીલી
લોકોની ઓળખરવાંડન
સરકારએકલ સાર્વભૌમિક ઉપ પ્રમુખશાહી
સંસદસંસદ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
ચેમ્બર ઑફ ડેપ્યુટીઝ
સ્વતંત્ર
• બેલ્જીયમ પાસેથી
૧ જુલાઈ ૧૯૬૨
વિસ્તાર
• કુલ
26,338 km2 (10,169 sq mi) (૧૪૪મો)
• જળ (%)
૫.૩
વસ્તી
• ૨૦૧૫ અંદાજીત
૧૧,૨૬૨,૫૬૪[૧] (૭૬મો)
• ૨૦૧૨ વસ્તી ગણતરી
૧૦,૫૧૫,૯૩૭[૨]
• ગીચતા
445[૧]/km2 (1,152.5/sq mi) (૨૯)
GDP (PPP)૨૦૧૭ અંદાજીત
• કુલ
$24.717 billion[૩]
• Per capita
$2,090[૩]
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$8.918 billion[૩]
• Per capita
$754[૩]
જીની (૨૦૧૦)51.3[૪]
high
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫)Increase 0.498[૫]
low · ૧૫૯
ચલણરવાન્ડન ફ્રાન્ક (RWF)
સમય વિસ્તારUTC+૨ (મધ્ય આફિક્રા સમય)
વાહન દિશાright
ટેલિફોન કોડ+૨૫૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).rw

રવાંડા સત્તાવાર રીતે રવાંડાનું સાર્વભૌમ (રિપબ્લીક ઑફ રવાંડા), એ મધ્ય પૂર્વ આફ્રિકા ખંડનું એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. આફ્રિકા ખંડના સૌથી નાના દેશોમાંનો રવાંડા એક દેશ છે. આ દેશ વિષુવવૃત્તથી અમુક અક્ષાંસ દક્ષિણે આવેલો છે. તેની સીમા યુગાન્ડા, ટાન્ઝાનિયા, બુરુન્ડી અને કોંગોના લોકશાહી સાર્વભૌમ જેવા દેશોને સ્પર્શે છે. રવાંડા આફ્રિકાના મહાન સરોવરોના ક્ષેત્રમાં આવેલું છે, તેની પૃષ્ઠભૂમી ઘણી ઊંચાઈએ આવેલી છે. તેની પશ્ચિમે પર્વતીય પ્રદેશ છે અને પૂર્વે સવાનાના મેદાનો આવેલા છે. આખા રાષ્ટ્રમાં ઘણાં તળાવો આવેલા છે. અહીંનું વાતાવરણ ઉપવિષુવવૃત્તીય થી લઈને સમષીતોષ્ણ હોય છે. અહીં બે વરસાદી અને બે સુકી ઋતુઓ હોય છે.

અહીંની સરેરાશ વસ્તી યુવાન છે અને આફ્રિકામાં સુૌથી વધુ વસ્તી ગીચતા આ દેશમાં છે. રવાંડાના લોકો બન્યા રવાંડા નામના એકજ કુળના હોય છે, તે ના હુતુ, તુત્સી અને ત્વા એવા ત્રણ પેટા વિભાગ પડે છે. ત્વા જાતિના લોકો રવંડાના સૌથી પ્રાચીન રહેવાસીઓન વંશજો છે, તેઓ જંગલમાં રહેનારા પિગ્મી લોકો છે. હુતુ અને તુત્સી જાતિના મૂળ અને ભિન્નતા સંબંધે વિદ્વાઓ મતભેદ ધરાવે છે; અમુક લોકો માને છે આ અક્જ કુળના લોકોની સામ્,આજિમ સ્તરે ભિન્ન વર્ગો છે , જ્યારે અમુક લોકો માને છે કે હુતુ અને તુત્સી લોકો આ દેશમાં ભિન્ન સ્થળેથી આવી વસ્યા છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય અભાષા કીન્યા રવાંડા છે જે મોટા ભાગના લોકો બોલે છે. અંગેજી અને ફ્રેંચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. રવાંડા પ્રમુઝશાહી રાજ પદ્ધતિ ધરાવે છે. સંસથાન કાળથી રવાંડાનો વહેવટ કડક વ્યવસ્થા હેઠળ ચાલે છે; ૨૦૦૬થી આ દેશને પાંચ વહીવટી ક્ષેત્રો કે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રવાંડા બે દેશઓમાંનો એક છે જેની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે.

પાષાણ યુગ અને લોહ યુગન કાળમાં શિકારી અને જંગલ પેદાશ પર જીવનારા લોકો અહીં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ બાન્ટુ લોકો અહીં આવ્યા હતા. પછીના કાળમં લોકો સંગઠિત થયા, પહેલાં કુળ અને પછી રાજ્યો બન્યા. અઢારમી સદીના મધ્યથી રવાંડા રાજ્ય પ્રભાવશાળી બન્યું જ્યારે તુત્સી રાજાઓએ અન્ય રાજ્યોની સામે જીત મેળવી, શક્તિનું કેન્દ્રીક્રણ કર્યુંઅ ને હુતુ વિરોધી નીતિઓ ઘડી. ૧૮૮૪માં જર્મનીએ રવાંડાને પોતાનું સંસ્થાન બનાવ્યું અને ૧૯૧૬માં પ્રથમ વિશ્વ વિગ્રહ દરમ્યાન બેલ્જીયમે તેની પર આક્રમણ કરી હસ્તગત કર્યું. બનીં સંસ્થાનવાદીઓ એ ત્યાંના રાજા થકી રાજ કર્યું અને તુસ્તીવાદી નીતિઓને પ્રોત્સાહન આપ્યું. ૧૯૫૯માં હુતુ લોકોએ વિગ્રહ કર્યો. તેમણે ઘણાં તુત્સિઓની કતલ કરી અને ૧૯૬૨માં હુતુએઓનું વર્ચસ્વ ધરાવતું રાષ્ટ્ર સ્થાપ્યું. સૈન્યના બળવા પછી પ્રમુખ જ્યુવેનલ હબ્યારીમાનાએ એક પક્ષ ધરાવતી પૂર્ણ સરમુખત્યાર શાહી હેઠળ રવાંડા પર ૨૧ વર્ષ સાશન ચલાવ્યું. ૧૯૯૦માં તુત્સી લોકોની આગેવાનીમાં રવાંડન પેટ્રિઓટિક ફ્રંટે ગૃહ યુદ્ધ શરૂ કર્યું. ૧૯૯૪માં સામાજિક તણાવ જાગૃત થતા કટટરવાદી હુતુ લોકોએ નરસમ્હાર શઓઓ કર્યો જેમાં ૫ લાખ થી ૧૩ લાખ જેટલા તુત્સિ અને મવાળ હુતુ લોકોને મારી નાખવામાં આવ્યા. સૈન્યની જીત થતાં રવાંડન પેટ્રિઓટિક ફ્રંટે નર સંહાર રોક્યો. ૧૯૯૪ના નર સંહારને લીધે રવાંડાની અર્થવ્યવસ્થાને ધક્કો પહોંચ્યો પન ત્યાર બાદ તે મજબૂત બનતી ચાલી. તેમની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે. ચા અને કૉફી એ નિકાસ થતા પ્રમુખ રોકડિયા પાકો છે. પ્રવાસન ખુબ ઝડપથી વિકસી રહ્યું છે અને તે દેશનો પ્રમુખ વિદેશી મુદ્રા કમાવનારો વ્યવસાય બન્યો છે. રવાંડા બે દેશોમાંનો એક છે જેમાં પર્વતીય ગોરિલાઓને સલામતીથી જોવા જઈ શકાય છે. ગોરિલાને જોવા ગોઠવાતા પર્વતા રોહી પ્રવાસની રજા માટે પ્રવાસીઓ મોંઘી કિંમત ચુકવે છે. સંગીત અને નૃત્ય રવાંડાની સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને ઢોલ અને ઈન્ટોર નૃત્ય. સમગ્ર દેશમાં પારંપારિક હસ્તકલાથી કૃતિઓ બનાવવામાં આવે છે. જેમાં ગાયના છાણમાંથી બનતી ઈમીગોન્ગો પ્રચલિત છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ National Institute of Statistics of Rwanda 2015.
  2. National Institute of Statistics of Rwanda 2014, p. 3.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ IMF (II) ૨૦૧૭.
  4. World Bank (XII).
  5. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. ૨૦૧૬. મેળવેલ 21 March 2017.