ઉત્ક્રાંતિ

વિકિપીડિયામાંથી

અસંખ્ય પેઢીઓ માં પ્રાણીઓના વારસાગત લક્ષણોના પરિવર્તન ને ઉત્ક્રાંતિ કહેવાય છે. ઉત્ક્રાન્તીના કારણે પૃથ્વી પર વિવિધ પ્રકારો ના જાનવર, વનસ્પતિ, સુક્ષ્મજીવો અને બીજા જીવ-જન્તુઓ અસ્તિત્વ માં છે. અેના કારણે પરમાણુ સ્તરે (જેવીરીતે (પ્રોટીન) અને (ડી. અેન. અે) માં) ઘણી વિવિધતા છે. પૃથ્વી પર તમામ જીવન ૩ થી ૩.૫ અબજ વર્ષો પહેલા સામાન્ય પૂર્વજ થી પ્રગટ થયું છે.

ઉત્ક્રાન્તી ના માધ્યમની ચર્ચા પ્લૈટો અને એરિસ્ટોટલ ના દિવસોથી ચાલતી હતી. ચાર્લ્સ ડાર્વિન (Charles Darwin) પ્રથમ વ્યક્તિ હતો જેણે અનુમાન કર્યો કે પ્રાણીઓ સહિયારું પૂર્વજ થી મૂળ થયા છે. ડાર્વિનને આ વિચાર દક્ષિણ અમેરીકા માં ગૈલાપાગોસ દ્વીપ પર એક પક્ષી, (ફિન્ચ) ના અલગ પ્રકારમાં ઝીણુીં અસમાનતા જોઈને આવ્યો. અે સમજ્યો કે ભિન્ન જાત ના ફિન્ચ અેક પૂર્વજ પક્ષી થી પ્રગટ થયું છે.

વ્યાપક અભ્યાસ પછી ડાર્વિને (કુદરતી ચયનના) વિચારનો પ્રસ્તાવ કર્યો. ડાર્વિનને કુદરાતી ચયનનો વિચાર આવ્યો જ્યારે અેને (થૌમસ મૈલ્થસ) , અેક અર્થશાસ્ત્રી, નો લેખ (An Essay on the Principle of Population) વાચ્યો જેમા વસ્તી વૃદ્ધિ અને પૃથ્વીની સંપત્તિની ચર્ચા થાય છે. કોઈ પણ પ્રાણીના સમાજમાં સહજ અસમાનતાઓ હોય છે. સંપત્તિ માટે હંમેશા સંઘર્ષ થશે અને અયોગ્ય વ્યક્તિઓ મરી જશે. ડાર્વિને અનુમાન કર્યું કે પ્રાકૃતિક સ્થિતિ પ્રમાણે સૌથી યોગ્ય પ્રાણીઓ જીવશે અને પુનઃ ઉત્પાદન કરીં શકશે. અેવી રીતે પ્રકૃતિ સૌથી યોગ્ય પ્રાણીઓ નું ચયન કરે છે. ડાર્વિને અેના સમસ્ત વિચારો અને સિદ્ધાંતોના પ્રમાણને અેકત્રિત કરીં પુસ્તક લખી, પ્રજાતિઓના મૂળ પર (On the Origin of Species). આ પુસ્તક વિજ્ઞાનની સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોની શ્રેણીમાં માનવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Evolution 2nd Edition by Douglas Futuyma, Sinauer Associates, 2005
  2. On the Origin of Species by Charles Darwin
  3. Campbell Biology 9th Edition, Pearson Benjamin Cummings, 2011

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]