ક્રોએશિયા
Republika Hrvatska ક્રોએશિયા ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: અમારી પ્યારી માતૃભૂમિ | |
![]() | |
રાજધાની and largest city | જગરેબ |
અધિકૃત ભાષાઓ | ક્રોએશિયન1 |
સરકાર | ગણરાજ્ય |
સ્ટીપન મેસિક | |
ઇવો સાનાદેર | |
સ્વતંત્રતા | |
• યૂગોસ્લાવિયા સે | જૂન ૨૫, ૧૯૯૧ |
• જળ (%) | ૦.૦૧ |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૪ અંદાજીત | ૪,૪૯૬,૮૬૯ (૧૧૭ મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૪,૪૩૭,૪૬૦ |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૫૫.૬૩૮ બિલિયન (૭૨ મો) |
• Per capita | $૧૨,૩૬૪ (૫૬મો) |
માનવ વિકાસ દર (HDI) (2003) | 0.841 very high · ૪૫મો |
ચલણ | કુના (kn) (એચઆરકે) |
સમય વિસ્તાર | UTC+1 (સીઈટી) |
• ઉનાળુ (DST) | UTC+2 (સીઈએસટી) |
ટેલિફોન કોડ | 385 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .hr |
1સ્થાનીક પ્રણાલિકા મુજબ ઇટાલિયનમાં ઇસ્ત્રિયા કાઉંટી. |
ક્રોએશિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં પાનોનિયન પ્લેન, બાલ્કન્સ અને ભૂમધ્ય સાગરની વચ્ચે વસેલ એક દેશ છે. આ દેશની રાજધાની અને સૌથી મોટું શહેર ઝાગ્રેબ છે. ક્રોએશિયાની સીમા ઉત્તરમાં સ્લોવેનિયા અને હંગેરી, ઉત્તર પૂર્વમાં સર્બિયા, પૂર્વમાં બોસ્નિયા અને હર્જેગોવિના અને દક્ષિણ પૂર્વમાં મોન્ટેનીગ્રોને મળે છે. દેશનો દક્ષિણ અને પશ્ચિમી કિનારો એડ્રિયાટિક સાગરને મળે છે.
આજે જેને ક્રોએશિયાના નામે ઓળખવામાં આવે છે, ત્યાં સાતમી શતાબ્દીમાં ક્રોટ્સે કદમ રાખ્યો હતો. તેમણે રાજ્યને ગઠિત કર્યું. તામિસ્લાવ પ્રથમનો ૯૨૫ ઈ.સ.માં રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને ક્રોએશિયા રાજ્ય બન્યું. રાજ્યના રૂપમાં ક્રોએશિયાએ પોતાની સ્વાયત્તતા લગભગ બે શતાબ્દિઓ સુધી બરકરાર રાખી, અને રાજા પીટર ક્રેશમિર ચતુર્થ અને જોનીમિરના શાસન દરમ્યાન પોતાની ઊંચાઈ પર પહોંચ્યો. વર્ષ ૧૧૦૨માં પેક્ટા સંધિના માધ્યમથી ક્રોએશિયાના રાજાએ હંગરીના રાજા સાથે વિવાદાસ્પદ સંધિ કરી. વર્ષ ૧૫૨૬માં ક્રોએશિયન સંસદે ફ્રેડિનેંડ હાઉસ આફ હાબ્સબર્ગથી સિહાંસન પર આરુઢ કર્યા. ૧૯૧૮માં ક્રોએશિયાએ આસ્ટ્રિયા-હંગરીથી અલગ થવાની ઘોષણા કરી યૂગોસ્લાવિયા રાજ્યમાં સહસ્થાપકના રૂપે જોડાઈ ગયો. દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે નાઝીઓએ ક્રોએશિયાના ક્ષેત્ર પર કબ્જો જમાવી સ્વતંત્ર રાજ્ય ક્રોએશિયાની સ્થાપના કરી. યુદ્ધ ખતમ થયા પછી ક્રોએશિયા બીજા યુગોસ્લાવિયાના સંસ્થાપક સદસ્ય ના રૂપે શામિલ થઈ ગયો. ૨૫ જૂન ૧૯૯૧માં ક્રોએશિયાએ સ્વતંત્રતા ની ઘોષણા કરતાં સંપ્રભુ રાજ્ય બની ગયો.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |