ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી (૭ ફેબ્રુઆરી ૧૮૭૭ – ૧ ડિસેમ્બર ૧૯૪૭) એક નોંધપાત્ર બ્રિટિશ ગણિતજ્ઞ હતો. જે તેણે અંકશાસ્ત્ર તથા ગાણિતિક વિશ્લેષણના વિષયમાં કરેલા પ્રદાન માટે જાણીતો છે.

ગણિતજ્ઞોના વર્તુળ બહાર તે બે વાતોથી જાણીતો છે.:

  • A Mathematician's Apology, તેણે ૧૯૪૦માં લખેલ ગણિતની કલાત્મકતા પરનો નિબંધ (ISBN 0521427061) છે — જે સામાન્ય માણસ માટે એક ગણિતશાસ્ત્રીના મનમાં રસપ્રદ ઝાંકી કરાવે છે.
  • તેનો ૧૯૧૪થી ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે રહેલો એક વાલી તરીકેનો સબંધ, જેની અસામાન્ય અને જાતે કેળવેલી ગણિત પ્રતિભા હાર્ડીએ તરતજ ઓળખી કાઢી. હાર્ડી અને રામાનુજન કરતાં વધુ ભિન્નતા ધરાવતા બે ગણિતજ્ઞોની કલ્પના કરવી મુશ્કેલ છે. હાર્ડી એક ચોક્કસ અને મહેનતુ નાસ્તિક અને રામાનુજન, એક કલ્પનાશિલ હિંદુ. પણ તે બે ખૂબ ગાઢ મિત્રો બની ગયા. પૉલ અર્ડોસ એક મુલાકાત દરમ્યાન હાર્ડીને પૂછ્યું કે તેનું ગણિતમાં સૌથી મોટું યોગદાન શું હતું ત્યારે હાર્ડીએ અચકાયા વિના જવાબ આપ્યો કે તેણે કરેલી રામાનુજનની શોધ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • હાર્ડિ જી.એચ. (૧૯૪૦) A Mathematician's Apology કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ: લંડન.
  • હાર્ડિ જી.એચ. (૧૯૪૦) Ramanujan કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ: લંડન.
  • હાર્ડિ જી.એચ. અને ઇ. એમ. રાઇટ (૧૯૩૮) An Introduction to the Theory of Numbers (હાલની આવૃત્તિ ISBN 0198531710)
  • હાર્ડિ જી.એચ. (૧૯૦૮) A Course of Pure Mathematics

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]